ધો.૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ ૬૬.૯૭ ટકા

571

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતુ.  પરિણામ ૬૬.૯૭ ટકા રહ્યુ છે. જે ગયા વર્ષ કરતા પણ ઓછુ રહ્યુ છે. ગયા વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૮માં ધોરણ-૧૦નુ પરિણામ  ૬૭.૫૦ ટકા રહ્યુ હતુ. જાહેર કરવામાં આવેલા પરિણામમાં આ વખતે  પણ સતત બીજા વર્ષે સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ છે. સુરત જિલ્લાનુ બોર્ડનુ પરિણામ ૭૯.૬૩ ટકા રહ્યુ છે. સૌથી ઓછુ પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનુ ૪૬.૮૩ ટકા રહ્યુ છે. આવી જ રીતે ગીર સોમનાથ જિલ્લાના સુપાસી કેન્દ્ર ૯૫.૫૬ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમ પર છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર પણ આ જ જિલ્લાનુ તડ કેન્દ્ર રહ્યુ છે. તેનુ પરિણામ માત્ર ૧૭.૬૩ ટકા રહ્યુ છે. આ વખતે ધોરણ ૧૦નુ પરિણામ જાહેર કરવામા ંઆવ્યા બાદ જાણવા મળ્યુ છે કે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૩૬૬ રહી છે. જ્યારે ૯૯૫ શાળાઓ એવી રહીછે જેમનુ પરિણામ ૩૦ ટકા કરતા પણ ઓછુ રહ્યુ છે. રાજ્યમાં ૬૩ શાળાઓ એવી રહી છે જેનુ પરિણામ શુન્ય ટકા રહ્યુ છે. માધ્યમની વાત કરવામા ંઆવે તો ગુજરાતી માધ્યમનુ પરિણામ ૬૪.૫૮ ટકા નોંધાયુ છે. આવી જ રીતે હિન્દી માધ્યમનુ પરિણામ ૭૨.૬૬ ટકા રહ્યુ છે. અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૮૮.૧૧ ટકા જેટલુ રહ્યુ છે. છેલ્લા કેટલાક વર્ષથી જારી પ્રવાહની જેમ જ આ વખતે પણ વિદ્યાર્થીનિઓએ બાજી મારી લીધી છે. વિદ્યાર્થીનિઓનુ પરિણામ ૭૨.૬૪ ટકા અને વિદ્યાર્થીઓનુ પરિણામ ૬૨.૮૩ ટકા રહ્યુ છે. ધોરણ ૧૦ બોર્ડની  પરીક્ષાનુ પરિણામ આજે સવારે જાહેર કરવામા ંઆવ્યા બાદ વિદ્યાર્થીઓ ભારે ઉત્સુક દેખાયા હતા. માતાપિતા અને વાલીઓ પણ ઉત્સાહિત દેખાયા  હતા. આ વખતે ૪૯૭૪ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ હાંસલ કરવામાં સફળ રહ્યા છે. આવી જ રીતે ૩૨૩૭૫ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડ મેળવી લેવામાં સફળ રહ્યા છે. આંકડા પર નજર કરવામાં આવે તો આ વખતે ધોરણ -૧૦ બોર્ડની પરીક્ષામાં રાજ્યભરમાંથી ૧૧૫૯૭૬૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સૌથી વધુ પરીક્ષાર્થીઓ સુરતમાં ૯૮૫૬૩ નોંધાયા હતા. આવી જ રીતે સૌથી ઓછા ૧૩૧૭ પરીક્ષાર્થી દિવમાં નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ ૮૯ કેદીઓએ સહિત ૧૧.૫૯ લાખ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી. ધોરણ-૧૦ના પરિણામને લઇ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ, સહેજ ગભરાહટ સાથે ઉત્સુકતાની લાગણી પરિણામ પહેલા છવાયેલી રહી હતી.પરિણામ સવારે જાહેર કરવામાં આવ્યા બાદ  બોર્ડ દ્વારા માર્કશીટનું સવારે ૧૧ વાગ્યાથી બપોર બાદ ૪ વાગ્યા સુધી વિતરણ  કરવામાં આવ્યુ હતુ.  પાટનગર ગાંધીનગરથી અધિકારીક રીતે રાજયના શિક્ષણ મંત્રીએ સવારે ૯-૦૦ વાગ્યે પરિણામની જાહેરાત  કરી હતી. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ  વર્ષ ૨૦૧૮માં ૬૭.૫૦ ટકા રહ્યુ  હતુ. ગયા વર્ષે પણ સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ  હતુ.  સુરત જિલ્લાનુ પરિણામ ગયા વર્ષે ૮૦.૦૬ ટકા રહ્યુ હતુ.

જ્યારે દાહોદ જિલ્લાનુ પરિણામ સૌથી ઓછુ ૩૭.૩૫ ટકા રહ્યુ  હતુ. .ધોરણ-૧૦નુ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ગુજરાત રાજયના ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ નવમી મેના દિવસે જાહેર કરવામાં આવ્યુ હતું. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭૧.૯૦ ટકા જાહેર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે જાહેર કરવામાં આવેલા પરિણામ પૈકી આ વખતે ઓછું પરિણામ રહ્યું  હતુ.  ગયા વખતે ૭૨.૯૯ ટકા પરિણામ રહ્યું હતું. આ વખતે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૭૧.૮૩ ટકા રહ્યું હતુ.  જ્યારે નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ ૭૨.૦૧ ટકા રહ્યું હતુ.  વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ધ્રોલ રહ્યું હતુ. જેનું પરિણામ ૯૧.૬૦ ટકા રહ્યું હતુ. જ્યારે ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર બોડેલી રહ્યું હતુ.  જેનું પરિણામ ૨૭.૧૯ ટકા રહ્યું હતુ.  વધુ પરિણામ જાહેર થયેલા જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનું પરિણામ સૌથી વધુ ૮૪.૪૭ ટકા રહ્યું હતુ.  આવી જ રીતે ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર હતો. જ્યાં ટકાવારી ૨૯.૮૧ ટકા રહી હતી.  આ વખતે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૩૫ નોંધાઈ હતી. સૌથી પહેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને હવે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ધોરણ-૧૦નુ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ વખતે પરિણામ ઓછુ રહેતા તેની ચર્ચા પણ શિક્ષણ નિષ્ણાંતોમાં જોવા મળી રહી છે. રાજ્યના ૯૨૫ કેન્દ્રો ઉપર બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ૩૮૦૫ બિલ્ડિંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૮૨૮૯૪૪ નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ૫૫૧૦૨૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

Previous articleરાજુલામાં યોજાયેલ ધર્મ ઉત્સવમાં કાશીનાં જગતગુરૂનું સન્માન
Next articleજખૌ પાસે બોટમાંથી ૧૦૦૦ કરોડનું હેરોઇન જપ્ત કર્યો