રાણપુર પોલીસ સ્ટેશનના મહિલા પો.સબ.ઇન્સ. એમ.જે.સાગઠીયા તથા સ્ટાફના સવજીભાઇ વેલાભાઇ, દશરથભાઇ રણછોડભાઇ, પો.કો.અશોકભાઇ રામજીભાઇ, સુરેશભાઇ દલાભાઇ તથા ડ્રા.પો.કો. બળભદ્રસિંહ રણજીતસિંહ રાણપુર પો.સ્ટે.ના ગુનાની તપાસમાં દેવળીયા ગામની સીમમાં હતા એ દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે રાણપુર તાલુકાના નાગનેશ ગામના ભરતસિંહ મનુભા ડાભી નાગનેશ ગામથી જોબાળા જતા રોડ ઉપર નર્મદા માયનોર કેનાલના પુલીયા પાસે ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂનો જથ્થો ઉતારેલ છે અને હેરાફેરી કરવાની તૈયારીમાં છે જે ચોક્કસ બાતમીને આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા પોલીસ તે જગ્યાએથી ઇગ્લીંશ દારૂની કુલ રૂપિયા ૭૯,૨૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.રાણપુર પોલીસ બાતમીવાળી જગ્યા નાગનેશ ગામથી જોબાળા જતા રોડ ઉપર નર્મદા માયનોર કેનાલ પુલીયા પાસે રેઇડ કરવા પહોચતા પોલીસ ને જોઇને ભરતસિંહ મનુભા ડાભી અંધારાનો લાભ લઇ નાસી ગયેલ અને તે જગ્યાએ તપાસ કરતા પોલીસને ઇંગ્લીશ દારૂની ૨૨ પેટી જેમાં ૨૬૪ બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા ૭૯,૨૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જ્યારે આરોપી ભરતસિંહ મનુભા ડાભી રહે.નાગનેશ વાળાની વિરુધ્ધ પ્રોહી કલમ ૬૫ઇ,૧૧૬બી મુજબ ધોરણસર ફરીયાદ દાખલ કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.જ્યારે આગળની વધુ તપાસ રાણપુરના મહિલા પો.સબ.ઇન્સ. એમ.જે. સાગઠીયા કરી રહ્યા છે.
















