મોદીની જીત ભારત-અમેરિકાની ભાગીદારી માટે શ્રેષ્ઠ છેઃ ટ્રમ્પ

401

ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત અને રણનીતિની વિશ્વમાં વખાણ થઇ રહ્યા છે. અમેરિકાના કોર્પોરેટ લીડર જ્હોન ચેમ્બર્સે કહ્યું કે, મોદી પોતાના બીજાં કાર્યકાળના ૫ વર્ષમાં ૨૫ વર્ષના વિકાસનું ટેમ્પલેટ તૈયાર કરી દેશો. જ્યારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને જીત બદલ ધન્યવાદ પાઠવ્યા છે. ટ્‌વીટમાં તેઓએ મોદીની સફળતાથી મોટી જીત ગણાવી છે. સાથે જ તેઓએ કહ્યું કે, મોદીના બીજા કાર્યકાળમાં ભારત અને અમેરિકાના દ્વિપક્ષિય સંબંધો વધુ મજબૂત થશે.

મોદીએ ટ્‌વીટ કરીને ટ્રમ્પને ધન્યવાદ પાઠવ્યો અને જીતને દેશના ૧૩૦ કરોડ લોકોના નામે કરી છે. ગુરૂવારે આવેલા લોકસભાના પરિણામોમાં ભાજપે ૩૦૩ સીટ પર કબ્જો કરી લીધો છે. વળી, કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે, ભારત અને અમેરિકાની વચ્ચે સારો સહયોગ રહ્યો છે. ડિફેન્સ સમજૂતી અને સંયુક્ત યુદ્ધાભ્યાસથી બે દેશોના સંબંધ શ્રેષ્ઠ બન્યા છે. સાથે જ બંને દેશોની વચ્ચે અસૈન્ય (સિવિલ) પરમાણુ સમજૂતી, કારોબારમાં ૬ ગણો ઉછાળ, ડિફેન્સ ટેક્નિકનું આદાન-પ્રદાન દર્શાવે છે કે, ભારત અમેરિકાનું ડિફેન્સ સહયોગી છે.

યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના ચેરમેન જ્હોન ચેમ્બર્સ અનુસાર, અમે મોદીને તેમની જીત પર ધન્યવાદ પાઠવી રહ્યા છીએ. મોદીની આગેવાનીમાં ભારતની જીડીપી અને વેપાર વધશે, નવી નોકરીઓ અને વિદેશી રોકાણ આવશે. ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે.

વિદેશ વિભાગના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે કહ્યું કે, મોદી મજબૂત જનાદેશના બળે ફરીથી સત્તામાં પરત ફર્યા છે. આવનારા વર્ષોમાં ભારત અને અમેરિકાના સંબંધો વધુ ઉંચાઇએ પહોંચશે. અમેરિકા ભારતની નવી સરકાર સાથે રણનૈતિક સહયોગ વધશે. બંને દેશો મળીને આતંકવાદને ખતમ કરવા અને ભારત-પેસિફિક ક્ષેત્રમાં સમૃદ્ધિ લાવવાનું કામ કરશે. ઓર્ટાગસ અનુસાર, મોદીને મળેલા ભારે બહુમતના વખાણ કરવા જોઇએ. તેઓને અંદાજિત ૬૦ કરોડ લોકોના ૬૬ ટકા વોટ મળ્યા. આવું એટલા માટે થયું કારણ કે, અહીંની સરકારે ચૂંટણીને યોગ્ય રીતે અંજામ આપ્યો.

પેલેસ્ટાઇનના પ્રેસિડન્ટ મહેમૂદ અબ્બાસે પણ મોદીને ધન્યવાદ આપતા કહ્યું કે, દેશ અને લોકોની સેવા કરવાની તેમના મિશનની સફળતાની કામના કરું છું. મોદી ગત વર્ષે ફેબ્રુઆરીમાં પેલેસ્ટાઇનની રાજધાની રામલ્લા ગયા હતા. અહીં તેઓએ ભારતના સહયોગથી અનેક પ્રોજેક્ટ્‌સની જાહેરાત કરી હતી.  કેનેડાના પ્રેસિડન્ટ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, મોદીના ફરીથી ચૂંટાવા પર મારી સરકાર તરફથી તેઓને ધન્યવાદ. ભારત અને કેનેડા ક્લાઇમેટ ચેન્જ અટકાવવા માટે સાથે મળીને કામ કરીશું. સાથે જ બંને દેશો શિક્ષા, વેપાર, રોકાણને પણ વધારશે. બીજી તરફ, કુવૈતના અમીર સબાહ અલ-અહેમદ અલ-જબેર અલ-સલાહે પણ મોદીને ધન્યવાદ પાઠવ્યા.

Previous articleપેટ્રોલના ભાવમાં સતત પાંચમા દિવસે વધ્યા, ૧૪ પૈસા મોંઘુ બન્યું
Next articleરાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ રાજીનામુ આપીશ : પ્રશાંત પટેલ