ઘોઘા તાલુકા પંચાયત દ્વારા ૨૦૧૮/૧૯ ના વર્ષ દરમ્યાન સમગ્ર જિલ્લામાં સારી કામગિરી કરવા બદલ તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરાહનીય કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું, જેમાં તાલુકા પંચાયતમાંથી તાલુકા વિસ્તરણ અધિકારી મહેન્દ્રસિંહ ચુડાસમા તલાટી કમ મંત્રી માંથી પ્રથમ નંબર,વંદનાબેન વાઘેલા બીજા નમ્બરે, રાધિકાબેન મેર ત્રીજા ૩, શૈલેષભાઇ સોલંકી તાલુકા પંચાયત કર્મચારી સ્ટાફ માંથી પ્રથમ નંબરે, તસ્લિમ શેખ બીજા નમ્બરે, રાજુભાઇ બારૈયા ત્રીજા નંબરે, રાજદીપસિંહ રાઠોડ, આર.આઈ.ડી વિભાગ માંથી પ્રથમ નંબરે, ભાર્ગવભાઈ ધંધાલીયા બીજા નંબરે, રાજુભાઇ જામ્બુચા ત્રીજા નંબરે, રીંકલબેન દેવમુરારી અને સાથે ટુક સમય માં સારી કામગિરી કરવા બદલ જ્યોતિબેન જેઠવા તલાટી મંત્રી સત્યદીપસિંહ રાયજાદા નરેગા યોજના માંથી મુકેશભાઈ સુતરિયા અને પટાવાળા માંથી મુકેશભાઈ બારૈયા નું સન્માન કરવામાં આવ્યું, આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા,ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ ન્યાયસમિતી ચેરમેન સોહિલભાઈ મકવા વિસ્તરણ અધિકારી મહેન્દ્રસિંહ ચુડાસમા,જી.એસ.જાડેજા, વાઘેલા ભાઈ, રોહિતસિંહ, નીલમબેન કાઝી તલાટી કમ મંત્રીઓ,તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિ રહયા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા સન્માનતી કર્મચારીઓને અભિનંદન આપ્યા, સાથે આવતા વર્ષે દરેક કર્મચારી પોતાની કામગીરી નિષ્ઠાથી કરે અને કામકરવામાં હરીફાઈ કરી સન્માનિત થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી,ઘોઘા તાલુકા પંચાયત સ્ટાફ કર્મચારીઓ,તલાટી કમ મંત્રીશ્રેઓ,સહિત બધાની સારી કામગીરી ની પ્રશંશા કરવામાં આવી.
















