રાણપુર ૧૦૮નાં કર્મચારીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન

546

મોરબી ખાતે સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાંથી સારી કામગીરી કરનાર ૧૦૮ એમબ્યુલન્સ ના કર્મચારીને એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યા હતા.જેમાં બોટાદ જિલ્લાના રાણપુર ૧૦૮ ના કર્મચારી ઈ.એમ.ટી.કલ્પેશ ચૌહાણ અને પાઈલોટ લલીતભાઈ મઢવી ને બોટાદ જિલ્લામાં સારી કામગીરી બદલ મોરબી ખાતે યોજાયેલ એવોર્ડ સમારોહ માં મોરબી જિલ્લા કલેક્ટર,મોરબી જિલ્લા પોલિસ વડા ની હાજરીમાં એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા.આ એવોર્ડ સમારોહ માં બોટાદ જિલ્લા ૧૦૮ ના અધિકારી ઈ.એમ.ઈ.નરેશ ડાભી તથા જિલ્લા પ્રોગ્રામ મેનેજર જયેશ કરેણા ખાસ મોરબી ખાતે હાજર રહીને રાણપુર ૧૦૮ એમબ્યુલન્સ ના કર્મચારી ને સારી કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા.રાણપુર ૧૦૮ એમબ્યુલન્સ ના કર્મચારીને એવોર્ડ થી સન્માનીત કરાતા રાણપુર શહેર તથા આજુબાજુના ગામોમાં આનંદ નું મોજુ ફળી વળ્યુ હતું.

Previous articleમહુવામાં કુદ્દસ દિવસ નિમિત્તે રેલી
Next articleરાણપુર : ફાયર સેફ્ટી વિનાનો તાલુકો