વર્લ્ડ કપમાં પાકિસ્તાન ડાર્ક હોર્સ પણ અપસેટ સર્જી શકે

560

પાકિસ્તાનની ટીમ ડાર્ક હોર્સ તરીકે મેદાનમાં ઉતરી રહી છે પરંતુ તે કોઇ મોટા અપસેટ સર્જવા માટે સંપૂર્ણ પણે સક્ષમ છે. યજમાન ટીમને હાર આપીને પાકિસ્તાને તમામ ટીમોને ચોંકાવી દીધા છે.

જો કે તેની પાસેથી હજુ પણ વધારે અપેક્ષા રાખવામાં આવી રહી નથી. કારણ કે ઇંગ્લેન્ડ, ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમોની સામે તેની સ્થિતી નબળી દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડમાં હવામાન માટે કહેવામાં આવે છે કે ત્યાં એકાએક હવામાનમાં પલટો આવી જાય છે. એકાએક વરસાદ પણ પડી જાય છે. ક્રિકેટમાં પાકિસ્તાનની ટીમ પણ આવી જ રહેલી છે. તે કોઇ પણ સમય સારો દેખાવ કરી શકે છે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭માં પાકિસ્તાનની ટીમ સેમીફાઇનલમાં પણ પહોચશે નહીં તે તમામ લોકો માની રહ્યા હતા. પરંતુ પાકિસ્તાને ચેમ્પિયન બનીને તમામને ચોંકાવી દીધા હતા. આ વખતે પણ પાકિસ્તાન ડાર્ક હોર્સ તરીકે છે.

પાકિસ્તાનના  હાલના દેખાવને ધ્યાનમાં લેવામા ંઆવે તો પાકિસ્તાને છેલ્લી ૧૦ મેચમાં હાર ખાધા બાદ ઇંગ્લેન્ડની સામે વર્લ્ડ કપની મેચમાં તેની જીત થઇ હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનને બાબર આઝમ, ઇમામ ઉલહક, મોહમ્મદ આમીર, ફખર ઝમાન જેવા ખેલાડી મળ્યા છે. ઇંગ્લેન્ડની સામે પાકિસ્તાને છેલ્લી શ્રેણી રમી હતી. જેમાં તેની હાલત ખુબ ખરાબ રહી હતી.

મિડલ ઓર્ડરમાં પણ તેની સામે કેટલાક પડકારો રહેલા છે. પાકિસ્તાનના ખેલાડી ક્યારે સુપરસ્ટારમાંથી ક્લબ કક્ષાના ખેલાડી બની જાય તે અંગે કહી શકાય નહીં. પાકિસ્તાનની ટીમ વર્ષ ૧૯૯૨માં ચેમ્પિયન બની હતી. સરફરાઝ અહેમદના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમમાં અનેક સ્ટાર ખેલાડી છે જે ધરખમ દેખાવ કરવાની તાકાત ધરાવે છે. વન ડે રેન્કિંગની વાત કરવામાં આવે તો પાકિસ્તાનની ટીમ હાલમાં છઠ્ઠા ક્રમાંકે છેં

Previous articleઆફ્રિકા-વિન્ડિઝ વચ્ચે આજે રોમાંચક વન ડે જંગ થઇ શકે
Next articleરોહિતે રચ્યો ઈતિહાસ, તોડ્‌યો સચિન તેંડુલકરનો રેકોર્ડ