સિહોર દિપડીયા ડુંગરે કામાક્ષયા દેવીનો ર૪ કલાકનો નવરંગો માંડવો યોજાયો

562

સંતોની તપોભૂમિ એટલે શિહોર, ધાર્મિકતાની દ્રષ્ટિએ છોટે કાશી તરીકે જગવિખ્યાત ,નવનાથ દર્શન અને પાંચપીરના બેસણા એટલે શિહોર.

શિહોર ગૌતમી નદી અને દીપડીયા ડુંગરની પર્વતમાળાઓ વચ્ચે છેલ્લા ત્રીસ વર્ષથી તાપ કરતા મહાન તપસ્વી અને બાળ બ્રહ્મચારી એવા ધોકાબાપુનો આશ્રમ આવેલ હોય જેના દર્શન માત્રથી આ જીવાત્માને એક એવી આહલાદક શાંતિનો અનુભવ થાય છે.નવદુર્ગા એવા કામકશ્યા દેવી અને ખપ્પર ધૂણી શાંતિ એવમ પંચકુડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલા જેમાં ચોવીસ કલાકનો માંડવો અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ..

આવા ધોમધખતા તાપમાં આપણે સૌ માનવી તાપમાં ઉભા નથી રહી શકતા ત્યારે આવી કાળઝાળ ગરમીના ૪૨ડીગ્રી  ધોમ ધકતા તાપમાં ચારે બાજુ અગ્નિ અને વચ્ચે બેસીને માથા ઉપર સળગતા તાપમાં એક મન એક ચિત અને ધ્યેયને પ્રાપ્ત કરવું તે કઈ સામાન્ય બાબત નથી ત્યારે આવા તપસ્વી કે જેઓ વર્ષોથી આ રીતે તપ કરી રહયા છે જેને ધન્યવાદ આપવા પડે.

જંગલમાં મંગલ કરવું એ આવા તપસ્વી સંત જ કરી શકે. દીપડીયા ડુંગરની પર્વતમાળાઓ વચ્ચે એક સમય એવો હતો કે અહીંથી પસાર થવું એ જેવા તેવાનું કામ નહીં. પરંતુ આ ધોકાબાપુએ જ્યારથી અહીં આસન સ્થાપ્યું છે ત્યારથી આ જગ્યા જાગૃત બનાવી નાખી છે. આ પર્વતમાળાઓની વચ્ચે ગણેશ આશ્રમ નામ આપીને શિહોરની ધરાને ધન્ય બનાવી દીધેલ છે. આ બાપુ છેલા વિશ વર્ષથી આ આશ્રમની નીચે નથી ઉતર્યા. તમામ કામ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવે છે .ખાસ તો એ કે અહીં આવનારને આશ્રયસ્થાન તો મળે છે પરંતુ દિવસે કે રાત્રે કોઈ પણ સાધુ કે સંસારી આવ્યા હોય તો પોતે રસોઈ બનાવી પોતે પીરસે અને ત્યારબાદ બાપુ પ્રસાદ ગ્રહણ કરે. આમ આવા સંતના સાનિધ્યમાં તેમજ તેમના દર્શન માત્રથી આ લોભી મોહજાળમાં ફસાયેલો આ જીવાત્માને પરમ પૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય છે .લોકોની નિઃસ્વાર્થભાવે સેવા કરતા આવા યુગપુરુષ કે જે દિવસે માં ગંગાનો આજે મહાન પ્રગટ દિવસ છે જેની પૂજા અર્ચના કરવાથી અને આવા સંત મહાત્માઓથી જ આ સનાતન ધર્મ ટકી રહ્યો છે. હાલ નવદુર્ગા માતાજી કામાક્ષયા દેવી નો ૨૪ કલાક નો નવરંગ માંડવો તથા ખપ્પર ધૂણી શાંતિ ઍવમ પંચકુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યાં હતાં