બરવાળાના નાવડા ગામે સરકારી શાળાઓને નોટબુક વિતરણ કરાઇ

659

બરવાળા તાલુકાના નવા નાવડા ગામે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને નોટબુક તેમજ ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં એસ.જે.ડૂમરાળિયા,  કલ્પેશભાઇ મોરી, નીલેશભાઈ કણઝરીયા સહીત તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા તાલુકાના નવા નાવડા ગામની પ્રાથમિક શાળા ખાતે આજરોજ ઉપસ્થિત અધિકારીઓના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.બરવાળા તાલુકા તમામ ગામની સરકારી શાળાઓના ધો.૧ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને જે.પી.ચેરીટી ફાઉન્ડેશન-સુરત દ્વારા વિનામુલ્યે નોટબુક તેમજ ફૂલ સ્કેપ ચોપડા ઉપસ્થિત અધિકારીઓના હસ્તે શાળાના આચાર્યને વિતરણ કરવામાં આવ્યું.જે.પી.ચેરીટી ફાઉન્ડેશનના વિનોદભાઈ જે.કાંસોદરિયા તેમજ રાધિકાબેન વી.કાંસોદરિયા-સુરત દ્વારા આ વર્ષે ૪૧૫૪૭ નોટબુક તેમજ ૧૪૫૧૭ ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યા.જે.પી.ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી બરવાળા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવે છે

Previous articleતંત્રના બંધ રાખવાનાં આદેશ છતાં સિહોરમાં ટ્યુશન ક્લાસીસ શરૂ રહ્યાં
Next articleધંધુકાનાં રાયકા રોડ પર તુફાન-એસ.ટી.નો અકસ્માત.