સગીરા પર ૭ માસ સુધી દુષ્કર્મ કરનાર શખ્સને ૧૦ વર્ષની સજા

0
697

સાત વર્ષ પૂર્વે ભાવનગરના લાખણકા ગામે રહેતા એક શખ્સે સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી અપહરણ કરી લઇ જઇ બળાત્કાર ગુજાર્યાનો કેસ નોંધાયો હતો. આ કેસ આજરોજ બુધવારે ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૦૭-૧૨ ના રોજ ભાવનગર નજીકના લાખણકા ગામે રહેતા શાંતિભાઇ બાબુભાઇ રાઠોડ નામનો શખ્સ ફરીયાદીના રહેણાંકી મકાને ટાટા મેજીક ફોરવ્હીલ વાહન લઇ આવી સગારીને વાતચીત કરવાના બહાને બહાર બોલાવી ભોગ બનનારનું બાવડું પકડી સદરહું વાહનમાં બેસાડી, લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી, ફરીયાદીના કાયદેસરના વાલી પણના કબ્જામાંથી ભગાડી અપહરણ કરી જુદી જુદી જગ્યાએ અલગ અલગ રહેણાંકના મકાનોમાં સાત મહિના સુધી સાથે રાખી સગીરવયના હોવાનું જાણવા છતાં તેણીને લગ્નની લાલચઆવી તેણીની ઇચ્છા વિરૂદ્ધ સતત નિયમિત પણે સાત માસના સમયગાળા સુધી સગીરા સાથે શરીર સંબંધી બાંધી જાતીય શોષણ કર્યા હોવાની જે તે સમયે ઉપરોક્ત આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી શાંતિ રાઠોડ સામે ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, અને ધ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ – ૨૦૧૨ (પોક્સો)ની કલમ ૩, ૪  મુજબનો ગુન્હો નોંધીયો હતો. આ અંગેનો કેસ બુધવારે ભાવનગરના સ્પે.જજ અને બીજા એડીશ્નલ જજ  એમ.જે.પરમારની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વી.બી.રાણાની દલીલો , મૌખિક પુરાવા ૧૩, દસ્તાવેજી પુરાવા ૨૫, વિગેરે ધ્યાને લઇ આરોપી શાંતિભાઇ બાબુભાઇ રાઠોડને આપીસી કલમ ૩૭૬ મુંજબના ગુના સબબ આરોપીને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂા.૧૦ હજાર નો દંડ આપી દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા, આરોપીન્એ જમા કરાવેલ દંડની રકમ પૈકીના ૫૦ ટકા રકમ ભોગ બનનારને વળતર પેટે ચૂકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here