અમદાવાદના હવામાનમાં એકાએક પલટો, અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ

609

ગુજરાત પર ફરીથી ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. વાયુને લઈને હવામાન વિભાગે ફરીથી આગાહી કરી છે. હવામાન વિભાગના મતે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તે પહેલા અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઇ ગયો છે.

હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અને લોકોને કાળઝાળ ગરમીમાંથી ઠંડક મળી છે.

હાલ રાજ્યમાં વાયુના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. હાલ અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં હળવા પવન સાથે ઝરમરથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે.

અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, વટવા, ઇસનપુર, જમાલપુર, સરખેજ, દરિયાપુર, વસ્ત્રાલ, શ્યામલ વેજપુલ વિસ્તારમાં વરસાદી માહોલ છે. આ સિવાય સાણંદમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે સાથે સાબરમતી, રાણીપ, શાહીબાગ, રામોલ, સરખેજ, કાલુપુર, રાયપુર, આંબાવાડી, પ્રહલાદનગર, જી.ય્. હાઈવે પર વરસાદ પડી રહ્યો છે

Previous articleવૃક્ષપ્રેમી ડેપ્યુટી મેયરનો ગાંધીનગર ગ્રીનનો સંકલ્પ
Next articleબંગાળ : તબીબોની હડતાળથી સેવા ઠપ, દર્દીઓ ભારે બેહાલ