જાફરાબાદના રોહિસા દરિયામાંથી ઉનાના યુવાનની લાશ મળી આવી

680

છેલ્લા ત્રણ દિવસથી ‘વાયુ’ વાવાઝોડા તંત્રને માંડ રાહત મળેલ છે. અને આ ‘વાયુ’ વાવાઝોડામાં લોકોના જાનમાલને ઓછામાં ઓછું નુકશાન થાય તે રીતે રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના પગલાંઓ ભરવામાં આવેલ અને હવે આ વાવાઝોડાનો ખતરો હવે ટળ્યો છે. જેથી લોકોએ રાહતનો દમ ભર્યો છે. અને આ દરમ્યાન જાફરાબાદ તાલુકાના રોહિસા ગામેના દરિયા કિનારેથી લાશ મળેલ હતી. આ લાશ જોઇને ગામ લોકો એકત્ર થયેલ અને ગામલોકોએ સરપંચ કાળુભાઇને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચેલ હતા. ત્યારબાદ તેઓ દ્વારા જાફરાબાદનાં કોંગ્રેસના યુવા અગ્રણીઓ એવા પ્રવિણભાઇ બારૈયાને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવેલ અને જાફરાબાદ મરીન પી.આઇ. જાડેજાને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પોલીસ કાફલા સાથે દોડી આવેલ હતી. તેમજ આ લાશ કોની છે તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં આવેલ હતી. તેવામાં વાવાઝોડા દરમ્યાન ઉના તાલુકાના રાજપરા (સૈયદ) ગામના અરજણભાઇ બાબુભાઇ પરમાર તા.૧૨-૦૬ ના રોજ પોતાની બોટ ડુબી ગયેલ હતી. તેને બચાવવા જતા તેઓ પણ ત્યાંરના લાપત્તા હોવાના સમાચાર પ્રાપ્ત થયેલ ત્યારે આ લાપત્તા હોવાના સમાચાર પ્રાપ્ત થયેલ ત્યારે આ લાપત્તા અરજણભાઇના ભાઇ કાનાભાઇને રોહિસા ગામે રૂબરૂમાં બોલાવતા તેઓ દ્વારા આ લાશ ઉના તાલુકના રાજપરા (સૈયદ) ગામના અરજણભાઇની જ હોવાનું માલુમ પડેલ છે. આ અંગેની જાણકારી મળ્યા બાદ લાશને સૌ પ્રથમ જાફરાબાદ સરકારી હોસ્પીટલમાં અને ત્યાંથી ભાવનગર ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલવામાં આવી છે. જેથી આ સમગ્ર ઘટનાની જીણવટ ભરી તપાસ થઇ શકે. આ સમગ્ર ઘટનાની તપાસ મરીન પીઆઇ જાડેજા કરી રહ્યા છે.

Previous articleઢસા હોમગાર્ડના જવાને ફરજ સાથે દાખવી અનેરી માનવતા
Next articleઢસા ગામના રહેણાંકી વિસ્તારોમાં આડેધડ મોબાઈલ ટાવરો ખડકાયા