ભારતને ફટકો : ભુવનેશ્વરની ઇજા ગંભીર હોવાના અહેવાલ

597

વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરી રહી છે. જો કે સાથે સાથે ટીમમાં ઇજાગ્રસ્ત થયેલા ખેલાડીઓની યાદી પણ  વધી રહી છે. ઓપનિંગ બેટ્‌સમેન  શિખર ધવન બાદ હવે ભારતીય ટીમના સ્ટ્‌ાઇક બોલર ભુવનેશ્વર કુમાર પણ ઇજાગ્રસ્ત થઇ ગયો છે. ભુવનેશ્વર ઇજાગ્રસ્ત થઇ ગયા બાદ તે બે ત્રણ મેચ નહીં રમે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનની સામે મેચ બાદ કહ્ય હતુ કે તેની ઇજા ગંભીર નથી. જો કે તેની ઇજા હવે ગંભીર દેખાઇ રહી છે. ભુવનેશ્વર કુમાર પાકિસ્તાનની સામે બોલિંગ કરતી વેળા ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. આવનાર મેચોમાં તેની જગ્યાએ મોહમ્મદ શમીને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત આજે વિરાટ કોહલીએ જ કરી હતી. અગાઉ કોહલીએ ઇજા ગંભીર ન હોવાની વાત કરી હતી.  ભારતીય ટીમ પાકિસ્તાનની સામે મેચ રમ્યા બાદ ૨૨મી જુનના દિવસે અફઘાનિસ્તાનની સામે રમશે. ૨૭મી જુનના દિવસે વેસ્ટ ઇન્ડિઝની સામે રમશે અને ૩૦મી જુનના દિવસે ઇંગ્લેન્ડની સામે રમનાર છે. શિખર ધવન પહેલાથીજ ઘાયલ થઇ ગયો છે. તેની જગ્યાએ લોકેશ રાહુલને સામેલ કરવામાં આવ્યો છે. ભુવનેશ્વર પાકિસ્તાનની સામે ૨.૪ ઓવર બોલિંગ કરી શક્યો હતો. ત્યારબાદ મેદાન છોડીને તેને જવાની ફરજ પડી હતી. ભુવનેશ્વરે ૨.૪ ઓવરમાં માત્ર આઠ રન આપ્યા હતા. ટીમે ૧૨મા ખેલાડી તરીકે રહેલા રવિન્દ્ર જાડેજાને તેની  જગ્યાએ સામેલ કરવામાં આવ્યો હતો. તેની જગ્યાએ તે ફિલ્ડિંગ કરતા પણ નજરે પડ્યો હતો. ભારતની ત્રણ મેચો ઉપયોગી બાકી છે.  ઇંગ્લેન્ડ સામેની મેચ  સામેલ છે.

Previous articleઅફઘાન સામે જીત મેળવવા માટે ઇંગ્લેન્ડની ટીમ સુસજ્જ
Next articleબિહાર : ચમકી તાવથી મોતનો આંકડો ૧૦૦થી ઉપર પહોંચ્યો