બિહારમાં જીવલેણ ગરમીથી હાહાકાર, કલમ ૧૪૪ લાગુ

491

બિહારના ભીષણ ગરમી અને લુ પડવાના કારણે ભારે હાહાકાર મચી ગયો છે. હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, તેનો અંદાજ આનાથી જ લગાવી શકાય છે કે, છેલ્લા ત્રણ દિવસના ગાળામાં જ ૧૮૩ લોકોના મોત થઈ ચુક્યા છે. હોસ્પિટલમાં લુ લાગવાના કારણે શિકાર થયેલા સેંકડો દર્દી હાલ સારવાર હેઠળ છે. પટણા સહિત રાજ્યના તમામ મુખ્ય શહેરોમાં પારો ૪૫થી ઉપર પહોંચી ગયો છે. ૨૨મી જુન સુધી રાજ્યમાં તમામ સરકારી સ્કુલો અને કોેલેજો બંધ રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. ગયામાં ભીષણ ગરમીને ધ્યાનમાં લઈને વહીવટીતંત્ર દ્વારા કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે કે, ગરમીને જોતા તમામ સરકારી અને સહાયતા મેળવતી સ્કુલો ૨૨મી જુન સુધી બંધ રહેશે. ગયામાં ડીએમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.

જે હેઠળ ચારથી વધુ લોકો એક જગ્યા ઉપર એકત્રિત થઈ શકશે નહીં. ઉપરાંત સવારે ૧૧ વાગ્યાથી   ચાર વાગ્યા સુધી તમામ પ્રકારના સરકારી અને બિન સરકારી નિર્માણ કામો, મનરેગા હેઠળના મજુરી કામો અને ખુલ્લી જગ્યાએ કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહીં. આજે નાલંદામા છ લોકોના અને ઔરંગાબાદમાં ચાર લોકોના લુ લાગવાથી મોત થયા છે. શનિવારે મોતનો આંકડો ૬૧ હતો જે રવિવારે વધીને ૧૧૨ થયો હતો. આજે વધીને ૧૮૩ ઉપર પહોંચ્યો હતો. હજુ પણ સેંકડો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૌથી વધારે મોત ઔરંગાબાદ, નવાદા, પટણા, પૂર્વીય બિહાર, રોહતાસ, જેહાનાબાદ અને ભોજપુરમાં થયા છે. લુ લાગવાના કારણે છેલ્લા ત્રણ દિવસમાં ૧૮૩ લોકોના મોત થઇ ગયા છે. ગયા, નવાદા, ઔરંગાબાદમાં હાલમાં જુદી જુદી હોસ્પિટલમાં ૩૦૦ બાળકો સારવાર હેઠળ છે. નવા દર્દીઓ સપાટી પર આવ્યા બાદ દર્દીઓના બિમાર થવાનો સિલસિલો જારી રહ્યો છે. એકલા ગયા જિલ્લામાં ગઇકાલે રવિવારના દિવસે ૨૮ લોકોના મોત થયા હતા. એમ કહેવામાં આવે છે કે લુ લાગવાના  કારણે મૃત્યુ પામનારમાં મોટા ભાગના લોકો ૬૦ વર્ષથી ઉપરની વયના લોકો છે. આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા બાદ સરકાર હચમચી ઉઠી છે. બિહાર સરકારે તમામ પ્રભાવિત જિલ્લામાં દર્દીઓની સારવાર માટે વધારાની સંખ્યામાં તબીબો ગોઠવી દીધા છે. જો કે હાલત હજુ ખરાબ થયેલી છે.સ્થિતીમાં તરત સુધારાની શક્યતા દેખાતી નથી. તબીબોના કહેવા મુજબ લુ પીડિતો બેભાન થઈ રહ્યા છે. ત્યારબાદ અડધાથી બે કલાકના ગાળામાં તેમના મૃત્યુ થયા છે. મોતનું કારણ બ્રેનમાં ગ્લુકોઝની કમીના કારણે આ લોકોના મોત થયા છે. તબીબોએ કહ્યું છે કે, લોકોએ વધુમાં વધુ પાણી પીવાની જરૂર છે. બીજી બાજુ મૃતક પરિવારના લોકોને સહાય રકમ આપવાની શરૂઆત કરાઈ છે.

Previous articleજે. પી. નડ્ડા બન્યા બીજેપીના કાર્યકારી અધ્યક્ષ
Next articleવિપક્ષ નંબર માટેની ચિંતા છોડી યોગદાન આપે : મોદીની સલાહ