જે. પી. નડ્ડા બન્યા બીજેપીના કાર્યકારી અધ્યક્ષ

435

અમિત શાહની જગ્યાએ બીજેપીના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવશે તે ચર્ચા પરથી લગભગ પડદો હટી ગયો છે. આજે મળેલી સંસદીય બેઠકમાં સર્વસંમત્તિથી જે પી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે નવી દિલ્હી ખાતે બીજેપીની સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં બીજેપીના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે પી નડ્ડાના નામની પસંદગી કરવામાં આવી છે.આ મુદ્દે રાજનાથ સિંહે માહિતી આપતા જણાવ્યું કે, બીજેપીની સંસદીય દળની બેઠકમાં બીજેપીનો કાર્યભાર સંભાળવા માટે સર્વસંમત્તિથી બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાને બનાવવામાં આવ્યા છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ હાજર હતા.

Previous articleતબીબોની હડતાળ : કોમામાં હોસ્પિટલો, દર્દીઓ પરેશાન
Next articleબિહારમાં જીવલેણ ગરમીથી હાહાકાર, કલમ ૧૪૪ લાગુ