રણબીર સાથેના સંબંધો મુદ્દે આલિયા બોલી : નજર ના લાગે કોઇની

314

આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર બોલિવૂડના જાણીતા કપલ્સમાંથી એક છે. આ બંનેની જોડી છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચામાં છે. એવોર્ડ શોમાં એકબીજાના વખાણ કરવાથી લઈ પ્રેમનો સ્વીકાર કરવો અને સાથે વેકેશન મનાવવું, હાલમાં આ જોડી સાથેને સાથે જોવા મળે છે. થોડાં સમય પહેલાં જ રણબીર-આલિયાએ પોતાની ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ વારાણસીમાં કર્યું હતું.

હાલમાં જ આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યૂમાં રણબીર કપૂર સાથેના સંબંધોને લઈ વાત કરી હતી. તેણે કહ્યું હતું, ’આ રિલેશનશીપ નથી પરંતુ એક મિત્રતા છે. હું પૂરી ઈમાનદારીથી આ વાત કહી રહી છું. આ સંબંધ ઘણો જ સુંદર છે. હાલમાં હું સાતમા આસમાને વિહરી રહી છું. સૌથી સારી વાત એ છે કે અમે બંને પ્રોફેશનલ લાઈફ આરામથી જીવી રહ્યાં છીએ. તે સતત શૂટિંગ કરી રહ્યો છે અને હું પણ શૂટિંગમાં વ્યસ્ત છું. આ એવી સ્થિતિ છે, જેમાં તમે સતત અમને સાથે જોઈ રહ્યાં છો. આ જ એક સહજ સંબંધોની નિશાની છે. નજર ના લાગે કોઈની.’આલિયાએ વધુમાં કહ્યું હતું કે રણબીરે તેને મુશ્કેલ સમયમાં સ્ટ્રેસ ના લેવાની સલાહ આપી છે. તેણે કહ્યું હતું, ’હું એવી વાતોમાં ઘણો જ સ્ટ્રેસ લઉં છું, જેના પર મારું કોઈ જ નિયંત્રણ નથી. એક સમય હતો જ્યારે હું પૂરી મહેનતથી કામ કરતી હતી અને બહુ જ સ્ટ્રેસમાં હતી. આ સમયે રણબીરે મને કહ્યું હતું કે જો તુ મહેનતથી કામ કરે છે તો તારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી.