ટી સિરીઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર સામે બળાત્કારનો ગુનો દાખલ

306

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૬
ટી સિરીઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર સામે બળાત્કારનો ગુનો દાખલ કરાયો છે. આરોપ છે કે ૩૦ વર્ષીય યુવતી પર ટી-સીરીઝના પ્રોજેક્ટમાં કામ આપવાની લાલચ આપી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. મુંબઈના ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.ફરિયાદી યુવતીનો આરોપ છે કે આ ઘટના મુંબઈના જુદા જુદા સ્થળોએ આચરવામાં આવી હતી. પીડિતાએ એમ પણ આરોપ લગાવ્યો હતો કે તેના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. જોકે, આ મામલે ભૂષણ કુમાર અથવા તેમની ટીમ તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી.પીડિતાનું કહેવું છે કે ભૂષણ કુમારે તેનું ઘણા વર્ષો સુધી શોષણ કર્યું. તેના જણાવ્યા અનુસાર ભૂષણ કુમારે ૩ વર્ષ સુધી, વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી તેનું શોષણ કર્યું. હવે છેવટે મહિલાએ ભૂષણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતાને વિડીયો અને ફૂટેજ પણ લીક કરવાની ધમકી આપી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ પહેલા પણ ભૂષણ કુમાર પર આવા આરોપ લાગ્યા હતા. વર્ષ ૨૦૧૮ માં t Me Too fuB…uE™ કેમ્પેઈન વખતે આવા જ આરોપ લાગ્યા હતા. ત્યારે પણ એક અજ્ઞાત મહિલાએ સોશિયલ મીડિયામાં ભૂષણ કુમાર પણ યૌન શોષણના આરોપ લગાવ્યા હતાt Me Too fuB…uE™ કેમ્પેઈન ખુબ ચર્ચામાં રહ્યું હતું. આ કેમ્પેઈનમાં એક મહિલાએ સોંગ ગવડાવવાના બદલામાં ભૂષણ કુમારે તેનું શોષણ કર્યું હતું તેવો આરોપ લગાવ્યો હતો. તે સમયે ભૂષણ કુમારે આ આરોપોને ફગાવી દીધા હતા. ત્યારે ભૂષણે કહ્યું હતું કે આ માત્ર તેની ઈમેજ ખરાબ કરવા માટેનો સ્ટંટ છે. હવે જ્યારે આવા જ આરોપો બીજી વખત લાગ્યા છે ત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે.