અભિનેત્રી સુરેખા સીકરીનું હાર્ટએટેકના કારણે થયું નિધન

245

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૬
નેશનલ ફિલ્મ પુરસ્કાર વિજેતા સુરેખા સિકરી હવે આપણી વચ્ચે નથી રહ્યા. ૭૫ વર્ષની ઉંમરમાં તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ છે. સુરેખા લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. કાર્ડિઆક અરેસ્ટના કારણે તેમનું નિધન થયુ છે. ખ્યાતનામ સિરીયલ બાલિકા વધુ અને ફિલ્મ બધાઈ હોમાં દાદીની ભૂમિકા નિભાવનારા સુરેખાના નિધનથી બોલિવૂડ અને ટીવી જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના મેનેજરે આ વાતની પુષ્ટિ કરી છે. સુરેખા સિકરીના મેનેજરે જણાવ્યું, આજ સવારે જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. બીજી વખત આવેલા બ્રેન સ્ટ્રોક બાદ તેઓ ખરાબ તબિયતથી ઝઝૂમી રહ્યા હતા. તેમને પહેલી વાર ૨૦૧૮માં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેમને પેરાલિસિસ અટેક આવ્યો હતો. ત્યાર બાદ તેઓ સાજા થઈ ગયા હતા. પણ કામ કરી શકતા નહીં. ગત વર્ષે બીજી વાર તેમને સપ્ટેમ્બર ૨૦૨૦માં બ્રેન સ્ટ્રોક આવ્યો. જે બાદ તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેમને સારવાર અર્થે આર્થિક મદદ પણ માગી હતી. સુરેખા સિકરીએ થિયેટર, ટીવી અને ફિલ્મોના ભાગ રહ્યા હતા. તેમને ૩ વાર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો.જે ફિલ્મ તમસ (૧૯૮૮), મમ્મો (૧૯૯૫) અને બધાઈ હો (૨૦૧૮) મળ્યો હતો. ૬૬માં નેશનલ ફિલ્મ એવોડ્‌ર્સમાં એક્ટ્રેસ સુરેખા સિકરીને ફિલ્મ બધાઈ હોમાં દાદીનું યાદગાર પાત્ર નિભાવવા બદલ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. સુરેખા સિકરી જ્યારે વ્હીલચેર પર એવોર્ડ લેવા પહોંચી તો તેમને સન્માન આપવા માટે લોકએ ઉભા થઈને તાળીયો પાડી હતી. એવોર્ડ મળ્યા બાદ સુરેખાએ કહ્યુ હતું કે, હું દિલથી ખુબ જ ખુશ છું, આ ખુશી મિત્રો અને પરિવારના સભ્યો સાથે મળીને વહેંચીશ.

Previous articleટી સિરીઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર સામે બળાત્કારનો ગુનો દાખલ
Next articleભારતીય ટીમ પાસે ૧૪ વર્ષ બાદ ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવાની તક