અમેરિકન ટીવી શોમાં ડેબ્યૂ કરશે બોલિવુડ એક્ટ્રેસ શ્રુતિ હસન

473

પ્રિયંકા ચોપરા બાદ હવે વધુ એક બોલિવુડ એક્ટ્રેસ અમેરિકન ટીવી શોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી બાદ બોલિવુડમાં પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતનારી એક્ટ્રેસ શ્રુતિ હાસન હવે હોલિવુડમાં પગ મુકવા તૈયાર છે, શ્રુતિ હાસન અમેરિકન ટીવી શો ટ્રેડસ્ટોનમાં જોવા મળશે. તે સાઉથની પહેલી એક્ટ્રેસ છે જે અમેરિકન ટીવી શોમાં કામ કરતી જોવા મળશે.

એક એન્ટરટેનમેન્ટ પોર્ટલ સાથે વાતચીત કરતી વખતે આ વિશે વાત કરતાં શ્રુતિએ કહ્યું કે ઈગ્લેન્ડમાં મ્યૂઝિક શરૂ કરતી વખતે તેની અંદર ઈન્ડિયન એક્ટ્રેસ તરીકે ઘણા સવાલ હતા. એટલે તેણે અમેરિકા અને યૂકેમાં એજન્ટ હાયર કરી લીધા. શો મેકર્સથી ઓડિશન સ્ક્રિપ્ટ મળ્યા બાદ તેણે શૂટ કરવાનું શરૂ કર્યું. એક્ટ્રેસે જણાવ્યું કે તેના રોલનું શૂટિંગ વિદેશ સિવાય ભારતમાં પણ થશે.

અમેરિકન શો ટ્રેડસ્ટોનમાં શ્રુતિ ન્યૂ દિલ્હીની એક હોટલમાં કામ કરનારી વેટરેસ નીરા પટેલનો રોલ કરશે, જે રિયલમાં એક કિલર છે અને પોતાની ઓળખ છુપાવવા માટે વેટરેસ તરીકે કામ કરી રહી છે.

શ્રુતિ હાસન એક્ટિંગ સિવાય સિંગિગ પણ કરે છે. હાલ તેની પાસે લંડનમાં બે પ્રોજેક્ટ છે જે જલ્દી જ તેના ઓરિઝનલ સાથે રીલિઝ કરવામાં આવશે. શોનું શૂટિંગ બુડાપેસ્ટમાં થશે. જેમાં એક્ટર મિશેલ ફોર્બ્સ, પેટ્રિક ફ્યૂજિટ, માઈકલ ગેસ્ટન અને ટેસ હોબ્રિજ હશે.