ફિલ્મ કબીર સિંહે બે દિવસમાં ૪૨ કરોડની કમાણી કરી

319

શાહિદ કપૂર તથા કિઆરા અડવાણીની ફિલ્મ ’કબીર સિંહ’ની બોક્સ ઓફિસ પર સારી શરૂઆત રહી છે. ફિલ્મે બીજા દિવસે બોક્સ ઓફિસ પર ૨૨ કરોડની કમાણી કરી છે. પહેલાં દિવસે ફિલ્મે ૨૦.૨૧ કરોડની કમાણી કરી હતી. બે દિવસમાં ફિલ્મે ૪૨.૨૧ કરોડ કમાયા છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટિ્‌વટર પર ટ્‌વીટ કરી હતી, ’બીજા દિવસે ભારત-અફઘાનિસ્તાન ક્રિકેટ વર્લ્ડ કપની મેચ હોવા છતાંય ફિલ્મે શાનદાર કમાણી કરી. શનિવારે ૨૨.૭૧ કમાયા. ટોટલ ૪૨.૯૨ કરોડની કમાણી.’

આ સાથે જ ફિલ્મ આ વર્ષની ટોપ ૫ ઓપનર્સની લિસ્ટમાં ચોથા સ્થાને આવી છે. આ ફિલ્મ શાહિદ કપૂરની બિગ ઓપનર સાબિત થઈ છે. આ પહેલાં શાહિદ કપૂરની ’પદ્માવત’ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. આ ફિલ્મે ૧૯ કરોડની કમાણી કરી હતી. ’કબીર સિંહ’ ભારતમાં ૩૧૨૩ સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે.