સુરત અગ્નિકાંડઃ પરિવારજનોએ ૨૨ મૃતક બાળકોને શ્રદ્ધાંજલી આપી, લોકો ભાવુક થયા

478

સુરતના તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટનાને આજે પૂરો એક મહિનો થયો છે, આ દુર્ઘટનામાં ૨૨ વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે આજે દુર્ઘટનામાં મોતને ભેટનાર વિદ્યાર્થીઓના પરિવારજનો પોતાના વ્હાલા બાળકોને શ્રદ્ધાંજલી પાઠવવા માટે તક્ષશીલા આર્કેડ પહોંચ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ પાસે અગ્નિકાંડમાં ભોગ બનેલા બાળકોના પરિવારનો પોતાના વ્હાલસોયા બાળકોને શ્રદ્ધાંજલી પાઠવવા પહોંચ્યા હતા. આ સમયે માસુમોના પરિવારજનો ભાવ વિભોર બન્યા હતા. પોતાના બાળકોને શ્રદ્ધાંજલી પાઠવતા સમયે પરિવારનોની આંખો છલકાઈ ગઈ હતી. આસપાસ ઉભેલા લોકોની આંખોમાં પણ બાળકોના ફોટા પર લખેલા સ્લોગન વાંચ આંખમાં આસુ આવી ગયા હતા.

આ ઘટનાને આજે પૂરો એક મહિનો થઈ ગયો. ગત ૨૪-૦૫-૨૦૧૯ના રોજ સાંજે ચાર કલાકે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી, જેમાં ૨૨ માસુમ બાળકોના મોત થયા હતા. જેના પડઘા દેશ જ નહીં પૂરા વિશ્વમાં પડ્‌યા હતા.

ઘટનાના પ્રત્યાઘાત સ્વરૂપે સરકારે ૯ જેટલા જવાબદાર અધીકારીઓ સામે પગલા ભર્યા હતા, પરંતુ પરિવારજનો હજુ પણ ન્યાય મેળવવા અને આવી ઘટના ફરી કોઈ પરિવાર સાથે ન બને તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Previous articleભાજપ દ્વારા ૮ ધારાસભ્યોનું ક્રોસ વોંટીગ કરાવી દીધુ હતુ
Next articleઅલ્પેશના ધારાસભ્યપદને ગેરલાયક ઠેરવવા માટે રિટ