માજી ઉપસરપંચની ઓફિસમાં ઘૂસી યુવકને માર્યો, સરપંચ સહિત ૬ વિરુદ્ધ ફરિયાદ

509

ઓલપાડ તાલુકાના સાયણ ગામે સાયણ ગ્રામ પંચાયતના સરપંચ અનીલ સુખદેવભાઈ પટેલ( રહે સોમનાથ સોસાયટી, સાયણ પૂર્વ, સાયણ તા-ઓલપાડ જી-સુરત) અને ઉપ સરપંચ અશ્વિન રમેશચંદ્ર ઠક્કર( રહે સ્વર્ગ પેલેસ, સાયણ ગોથાણ રોડ, સાયણ તા-ઓલપાડ જી-સુરત) નાઓને સાયણ ગ્રામ પંચાયતના વહીવટ દારે રાજુ મીનરલ વોટર પાણી સમિતિના રૂપિયા ૧૦,૫૦,૦૦૦નો ગેરવહીવટ કરવા સાથે ખોટા પુરાવાઓને આધારે મોટા પાયે બાંધકામની મંજૂરીઓ આપી હતા. અને ગેરકાયદેસર બાંધકામની પંચાયત દફતરે આકરણી કરવા જેવા ખોટા કામો કરવાની બાબતે માજી ઉપ સરપંચ દિલીપભાઈ અરવિંદભાઈ ચાવડા (રહે ઠાકોર નગર સોસાયટી, સાયણ)એ ઓલપાડ ટી.ડી.ઓ, સુરત ડી.ડી.ઓ સહિત વિકાસ કમિશ્નર ગાંધીનગર ને ફરિયાદો કરી હતી.

માજી ઉપ સરપંચ દિલીપ ચાવડાની ઓફિસે પહોંચેલા દેહુર ઝાલાભાઇ ભરવાડ સહિતના તેના ૩ મિત્રોએ ઓફિસમાં બેઠેલા સંજય જયંતીભાઈ પટેલ પર હુમલો કરતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. લોહી લુહાણ કરવા સાથે અન્ય કર્મચારીઓને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઘટના સમયે સ્થળ પર હાજર દિલીપ ચાવડાને ધમકી આપવા સાથે કહેલું કે તું સરપંચ અને ઉપ સરપંચ વિરુદ્ધ જે ફરિયાદો કરે છે તે બંધ કરી દેજે નહીં તો તને પણ જીવતો નહીં મુકીએ. તું સરપંચ અનીલ પટેલ અને ઉપ સરપંચ અશ્વિન ઠક્કરને હેરાન કરવાનું બંધ કર નહીં તો પરિણામ સારું નહી આવે. તેવી ધમકી આપી ચાલી ગયા હતા.