રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાયો, મેયર બિજલબેને કર્યું રૂટનું નિરિક્ષણ

441

અમદાવાદાની ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. જેને લઇને પોલીસ તંત્ર સહીત મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ તમામ કામગીરીને આખરી ઓપ આપી રહ્યુ છે. ત્યારે જમાલપુર મંદિરથી સરસપુર સુધીના રૂટના નિરીક્ષણ પહેલા મેયર સહીતના લોકોએ જગન્નાથ મંદીરમાં દર્શન કરી મહારાજશ્રીના આશિર્વાદ મેળવ્યા. જે બાદ રૂટમા આવતા ભયજનક મકાનો હોય કે, પછી રોડ પરના ખાડાની વાત હોય. સ્ટ્રીટ લાઇટના પોલથી લઇને રખડતા ઢોર સહીતના તમામ મુદ્દે શાષકોએ ક્યાંક પગપાળા તો ક્યાંક વાહનોમાં બેસીને નિરીક્ષણ કર્યુ.

નોંધનીય છેકે એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવતા ૨૫૦થી વધુ ભયજનક મકાનોને નોટીસ પણ આપી દેવામાં આવી છે. તો કેટલાક સ્થળે ભયજનક હોય એવા ભાગ અને ગેલેરી ઉતારી પણ લેવાઇ છે.આખરે તમામ લોકો સરસપુર રણછોડરાય મંદીર પહોંચ્યા, જ્યાં પણ તેઓએ ભગવાનના દર્શનનો લ્હાવો લીધો.

અમદાવાદ શહેરના મેયર બિજલબેન પટેલે જણાવ્યુ કે રથયાત્રા પૂર્વેની ૯૦ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકી રહેલી કામગીરી ગણતરીના સમયમાં પૂર્ણ કરી દેવાશે. કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કોર્પોરેશન દ્વારા તમામ કાર્યો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.

Previous articleસુરત ફેકટરીમાં આગ બાદ એજ્યૂકેશન ઇન્સ્પેક્ટર જ્ઞાન ગંગા સ્કૂલની મુલાકાતે
Next articleકુખ્યાત વોન્ટેડ અલ્લારખાનને પકડનાર એટીએસની ૪ વિરાંગનાનું સન્માન કરાયું