દામનગરમાં સૂક્ષ્મજીવો માટે આહારની વ્યવસ્થા

485

દામનગર શહેરમાં પરમધામ સમિતિ અને સમિતિ અને સિનિયર સીટીઝન ટ્રસ્ટના સેવારતીઓની સૂક્ષ્મ જીવાત્મા માટે સુંદર સેવા દામનગર શહેરના પરમધામ સેવા સમિતિ અને સિનિયર સીટીઝન ટ્રસ્ટના અગ્રણીઓની નાનીપણ નાવિન્ય પ્રેરણાત્મક પ્રવૃત્તિ સુક્ષમ જીવાત્માઓ માટે આશીર્વાદ રૂપ સૂક્ષ્મ જીવો કીડી મકોડા સહિત સૂક્ષ્મ જીવો માટે ત્રણસોથી વધુ ખાલી શ્રીફળના કાછલામાં હોલ પાડીને ગોળ લાડુ ભરી રોડ રસ્તાની બંને બાજુ જાડી જાખરા વાડી ખેતર વેરાન વગડાઓ નદી નાળાઓના પાળાઓ કચેરી કમ્પાઉન્ડ હોલની દિવાલો પાસે ત્રણસોથી વધુ ખાલી શ્રીફળમાં ગોળ લાડુ ભરી સુક્ષમ જીવાત્મા કીડી મકોડાઓ માટે આહાર વ્યવસ્થા કરી લાંબા સમય બગડે નહિં વરસાદમાં પલળે તણાય નહીં અને ખરાબ ન થાય તે માટે જીવદયાની સુંદર સેવા કરતા પરમધામ સમિતિ અને સિનિયર સિટીઝન ટ્રસ્ટનું નાનું પણ નાવિન્ય પરમાર્થ પ્રેરણાત્મક છે. અશોકભાઇ બાલધા કિશોરભાઇ વાજા, દેવચંદભાઇ આલગિયા સહિત અનેકો સેવારતીઓ દ્વારા ખાલી શ્રીફળમાં હોલ પાડી ગોળ લાડુનું ચૂરમું ભરી સૂક્ષ્મ જીવો માટે સુંદર કાર્ય કર્યું છે.

Previous articleનર્મદા સિમેન્ટ દ્વારા બાબરકોટ ગામે પશુ તપાસ કેમ્પ યોજાશે
Next articleધારપીપળા રોડ ઉપર લીકેજ લાઈનને લીધે હજ્જારો લીટર પાણીનો વેડફાટ