રાણપુરમાં ૧૫ દિવસથી પીવાનું ડહોળુ પાણી આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો

500

બોટાદ જીલ્લાના રાણપુરમાં પીવાના પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં હોવા છતા રાણપુરના લોકોને ૧૦ થી ૧૨ દિવસે પાણી આપવામાં આવે છે.સુખભાદર ડેમમાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે.આ ડેમમાં કેનાલમાંથી ૩૦૦ ક્યુસેક પાણી છોડી ભરવામાં આવ્યો છે.છતા રાણપુરના લોકોને ૧૦ થી ૧૨ દિવસે પાણી આપવામાં આવે છે.અને તે પણ ડહોળુ અને કચરાવાળુ હોઈ છે.રાણપુરમાં વર્ષો પહેલા ૧૮ લાખના ખર્ચે ફીલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.પણ આ ફીલ્ટર પ્લાન્ટ ચાલુ ન કરી સરકારના પૈસા પાણીમાં ગયા છે.સુખભાદર ડેમમાંથી આવતુ પાણી ફિલ્ટર કર્યા વગર જ સીધુ લોકોને પીવા માટે આપવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આવુ ડહોળુ અને દુર્ગંધ મારતુ પાણી પીવાથી રાણપુરના લોકોને કોલેરા,ટાઈફોડ અને પાણીજન્ય રોગચાળો ફેલાઈ શકે તેની બીક લોકોને લાગી રહી છે.જ્યારે સ્કુલના મધ્યાન ભોજનમાં રસોઈ બનાવવા માટે અને પીવા માટે આ ગંદુ પાણી સીધુ આપતા બાળકોમાં ભયંકર રોગચારો ફેલાય તેવી વાલીઓમાં ભીતી સેવાઈ રહી છે.સરકારે ફીલ્ટર પ્લાન્ટ બનાવવા માટે ૧૮ લાખનો ખર્ચો કર્યા પણ રાણપુરનુ તંત્ર આ ફીલ્ટર પ્લાન્ટની જાળવણી કરી ઉપયોગ કરી શક્તી નથી એ શરમજનક બાબત છે.રાણપુરના તંત્રને પણ પાણી ફીલ્ટર કરવાની મહેનત કરવી પડે તેમા આળસ આવે છે તેવુ લાગી રહ્યુ છે.૧૮ લાખના ખર્ચે તૈયાર કરાયેલા ફીલ્ટર પ્લાન્ટનો ઉપયોગ ન થતા તે હાલ ધુળ ખાઈ રહ્યો છે.ત્યારે આવી સ્થિતીમાંથી મુક્તિ અપાવવા લોકો માંગ કરી રહ્યા છે.હાલ તો પચ્ચીસ હજારની વસ્તી ધરાવતા રાણપુર શહેર લોકો છતા પાણી એ તરસ્યા રહે છે.

Previous articleબાબરાના મોટા દેવળિયાની સીમમાંથી ૯૧ બોટલ દારૂ સાથે એક ઝડપાયો
Next articleદામનગર ગુરૂકુળ ખાતે વાલી મીટીંગ યોજાઈ