મારામારીના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપ્યો

573

આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે સોનગઢ પો.સ્ટે.  ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જગદીશભાઇ બચુભાઇ વાજેલીયા ઉવ-૩૦ જાતે- દે.પુ. રહે. ઇશ્વરીયા તા. શિહોર હાલ રહે. વરજાંગભાઇ રબારીની વાડી-વળાવડ તા-શિહોર જિ-ભાવનગર વાળાને ભાવનગર માર્કેટીંગ યાર્ડના ગેટ પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleઆઇ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શહિદોના પરિવારને ૫૧ હજારની સહાય અપાઇ
Next articleલૂંટ કેસમાં દાયકાથી ફરાર શખ્સ ગારિયાધારથી ઝડપાયો