EPFO વ્યાજદરમાં કોઇ ઘટાડો કરશે નહીં : રિપોર્ટ

362

શ્રમ મંત્રાલય અને એમ્પ્લોઇસ પ્રોવિડન્ટ  ફંડ ઓર્ગેનાઇઝેશને રિટાયરમેન્ટ સેવિગ્સ બોડીના બોર્ડ ઓફ ટ્રસ્ટી કરવામાં આવેલા સુચનને જાળવી રાખીને ૮.૬૫ ટકાના રિટર્નને જાળવા રાખવાની તૈયારી કરી લીધી છે. નાણામંત્રાલયની ભલામણ ઉપર વ્યાજદરમાં ઇપીએફઓ કોઇ ઘટાડો કરશે નહીં અને વ્યાજદરને ૮.૬૫ ટકાના દરે રાખવામાં આવશે. નાણાં મંત્રાલય દ્વારા અગાઉના વર્ષમાં ૮.૫૫ ટકાથી વધારીને ૮.૬૫ ટકા કરવાની દરખાસ્તનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આની સમીક્ષાની પણ માંગ કરી હતી. હવે શ્રમ મંત્રાલય દ્વારા કેટલીક સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. ફંડના ઉંચા ખર્ચને લઇને ધીરાણ દરને ઘટાડી દેવા માટે બેકો ઇન્કાર કરી રહ્યા હતા ત્યારે આ વાંધો નાણાં મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. અપુરતા ભંડોળ માટેના કારણો આના માટે આપવામા ંઆવી રહ્યા છે. બેંકોની દલીલ રહી છે કે નાની બચતની યોજનાઓ ઉંચા વ્યાજ દરની ઓફર કરે છે. જેથી ડિપોઝિટ રેટમાં ઘટાડો કરવાની સ્થિતીમાં ફંડ એકત્રિત કરવાની ક્ષમતા પર માઠી અસર થઇ શકે છે. જ્યારે નાણા મંત્રાલય દ્વારા ઓછા રેટની વ્યવસ્થા માટેની વાત કરવામાં આવી રહી છે. બજેટ આડે વધારે સમય નથી ત્યારે આને લઇને પણ નિષ્ણાંતોમાં ગણતરી ચાલી રહી છે.  સરકાર જુદા જુદા પાસા પર વિચારણા કરી રહીછે. નાણામંત્રાલય દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં પીએફ ઉપર વ્યાજદર વધારીને ૮.૬૫ ટકા કરવાની વાત કરી હતી. જો કે, આનો ત્યારબાદ વિરોધ કરવામાં આવ્યો હતો.

ફંડિંગના ઉંચા ખર્ચનો મામલો રજૂ કરવામાં આવ્યો હતો. બેંકોની દલીલ છે કે, પીએફ જેવી નાની બચત યોજનાઓ અને ઇપીએફઓ તરફથી ઉંચા વ્યાજદરના પરિણામ સ્વરુપે લોકો તેમની પાસે રકમ જમા કરાવી શકશે નહીં જેથી ફંડ એકત્રિત કરવામાં તકલીફ આવશે. સુત્રોના કહેવા મુજબ હાલમાં પીએફ ઉપર વ્યાજદર વધારવાના નિર્ણયને પરત લેવાની બાબત મોદી સરકાર માટે શરમજનક સ્થિતિ બની શકે છે. કારણ કે, ઇપીએફઓ બોર્ડે શ્રમમંત્રી સંતોષ ગંગવારના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં વ્યાજદર વધારવાનો નિર્ણય કર્યો હતો.

Previous articleશિક્ષણ ક્ષેત્રમાં ફાળવણીમાં વધારો કરવાની માંગ કરાઈ
Next articleસેંસેક્સમાં ૧૯૨ પોઇન્ટનો ઉલ્લેખનીય ઘટાડો થયો