તા.૦૧-૦૭-ર૦૧૯ થી ૦૭-૦૭-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

876

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી મંગળ બુધ અને ગુરૂ ગ્રહનો અશુભ બંધનયોગ વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવાનું સૂચવે છે. આવેશ અને ઉશ્કેરાટનો ત્યાગ કરીને માત્ર કાર્યો પ્રત્યે જ એકાગ્રતા કેળવવાથી કાર્ય સફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતિનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય મળી શકે છે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આશીર્વાદ મળે છે. માત્ર શનિગ્રહ અને ગ્રહનો બંધનયોગ મળે છે જે ભૂતકાળને ભૂલી અને વર્તમાનમાં જીવવાનું સૂચવે છે. અને મોજ શોખ આળસવૃત્તિનો ત્યાગ કરવાનું સૂચવે છે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. ભાઇ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્ર ફળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર અંગેનું ભ્રમણ કાર્યોમાં સફળતા થોડી અને કાર્ય ભાર વધુ આપે છે. તેથી માનસિક એકાગ્રતા અને કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરવાથી જ કાર્ય સફળતાનો યોગ બનશે. નવાકાર્યોથી શરૂઆત પણ શુભ રહેશે. માત્ર આપનો અંતર આત્મા કહે તે જ કરવાથી લાભ રહેશે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં સ્વહસ્તે જ નિર્ણયો કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બનશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્ર ફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી વ્યય સ્થઆનમાં સૂર્ય રાહુનો ગ્રહણયોગ કાલ્પનીક ભય અને નિર્બળ વિચારો આપી શકે છે. તેથી વિચારોમાં એકાગ્રતા અને કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરવાથી જ સફળતા મળી શકે તેમ છે. નવા કાર્યોની શરૂઆત માટે સમય શુભ નથી લાગતો. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન થાય તે જોશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે શુભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય થઇ શકે છે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી ગુરૂ મંગળ અને બુધ ગ્રહના અશુભ બંધનયોગમાં પણ લાભ સ્થાનની પ્રબળતા યેનકેન પ્રકારે કાર્ય સફળતા આપી શકે છે. માત્ર વધુ પડતી અપેક્ષા અને નિરાશા આપી શકે છે. તેથી સંતોષી નર સદા સુખી તે વાક્ય યાદ રાખવું જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઇ-બહેનો નું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે, આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતિનું પૂજન કરવાથી લાભ રહેશે. બેહનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર અંગેનું ભ્રમણ જે જાતકોને જન્મથી જ કાળસર્પ યોગ અને શાપીત દોષ હેશે અથવા જન્મનો શનિ નિર્બળ હશે તેમની માટે અશુભ ફળ મળી શકે છે. અન્ય વ્યક્તિ માટે યેન કેન પ્રકારે કાર્ય સફળતા મળશે. માત્ર મોટા અને ખોટા પ્રલોભનોનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાયોનું નિરાકરણ મળશે. પત્ની અને ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બનશે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આશીર્વાદ મળે છે. જન્મના ગ્રહો અને ઇશ્વરના આશીર્વાદ હશે તો  ન ધારેલી સફળતા મળશે. નવા કાર્યો અન નવા પરિચયોેથી લાભ રહેશે.વિદેશથી શુભ સમાચાર મળશે. માત્ર આળસ વૃત્તિનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બનશે. આપના માટે સોમવારના વ્રત અને લક્ષ્મીજીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો અંતિમ તબક્કો અને આયુષ્ય સ્થાનમાં સૂર્ય રાહુ ગ્રહનો અશુભ ગ્રહણ યોગ આપનું મનોબળ નિર્બળ કરી શકે છે. તેથી આત્મ વિશ્વાસ અને કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરવાથી યેન કેન પ્રકારે કાર્ય સફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં સહી સિક્કામાં ધ્યાન રાખવું. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ધ્યઆપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને મંગળ બુધ ગુરૂ ગ્રહનો અશુભ બંધન યોગ આર્થિક માનસિક અને શારિરિક ત્રણેય સાવધાની રાખવાનું સૂચન કરે છે. નવાકાર્યોની શરૂઆત માટે સમય શુભ નથી. મહત્વના નિર્ણયો સ્વહસ્તે લેવા જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાયો માટે થોડા સમય ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો એન વડિલો સાથે વિવાદો ન થાય તે જોશો. આપનું આરોગ્ય ચિતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત એન શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આર્થિક માનસિક અને શારિરિક ત્રણેય રીતે શુભફળ આપી શકે છે. માત્ર જન્મનો શનિ અથવા કર્મો શુભ હશે તો જ કારણ કે શનિ કોરનો બંધનયોગ અશુભફળ આપે છે. બાકી દરેક ગ્રહોના આશીર્વાદ મળે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની બાગીદારો અને વડીલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડનો પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહનું ભ્રમણ કાર્ય સફળતાના યોગ આપે છે. ગમે તેવા કપરા કાર્યોને સરળ બનાવી શકશો નવા કાર્યોના આયોજન માટે પણ સમય શુભ રહેશે. માત્ર મહત્વના નિર્ણયો અને કાર્યો સ્વહસ્તે પૂર્ણ કરવા જરૂરી છે. અન્યના ભરોસે રહેશો તો નિરાશા મળી શકે છે.  મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીસના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતિ કારક સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુખ સ્થાનમાં સૂર્ય રાહુનો ગ્રહયોગ કર્મસ્થાનમાં શનિ શાપીત દોષ ન સમજાય ન સહેવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. માત્ર ભાગ્યસ્થાનમાં ગુરૂ યેન કેન પ્રકારે કાર્ય સફળતા આપસે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય અપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.