મહિલા આઈટીઆઈ ભાવનગર ખાતે બ્યુટીફીકેશન ફ્લેશ-૧૮નું આયોજન

1960
bvn922018-5.jpg

આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે સૌપ્રથમ વાર બ્યુટીપાર્લર અને ગારમેન્ટ ટ્રેડ દ્વારા “બ્યુટી  એન્ડ ફેશન ફ્લેશ-૨૦૧૮” કાર્યક્રમનું આયોજન તા.૦૮/૦૨/૨૦૧૮ અને તા.૦૯/૦૨/૨૦૧૮ ના રોજ આઈ.ટી.આઈ. (મહિલા) ભાવનગર, આઈ.ટી.આઈ. કેમ્પસ, બીપીટીઆઈ પાછળ, વિદ્યાનગર, ભાવનગર ખાતે કરેલ છે, આ કાર્યક્રમનો શુભારંભ આજે સવારે  દીપ-પ્રાગટ્ય દ્વારા થયેલ છે, જેમાં સનતભાઈ મોદી તેમજ આશુતોષભાઈ સાલી, સંસ્થાના આચાર્ય એમ.બી ચાંદલીયા વગેરે ખાસ ઉપસ્થિત રહી પ્રાસંગિક  ઉદબોધન કરવામા આવ્યુ હતુ.
કાર્યક્રમની શરૂઆત જેમાં બેઝીક કોસ્મેટોલોજી (બ્યુટી-પાર્લર) ટ્રેડના મહિલા તાલીમાર્થીનીઓ દ્વારા લાઇવ બ્યુટી ટ્રીટમેન્ટ જેમકે ફેશિયલ, આઇબ્રો, થ્રેડીંગ, વેક્સિંગ, હેડ-મસાજ, હેર-કટિંગ, બ્લો-ડ્રાઇંગ, હેર-સ્પા વગેરે રાહતદરે કરી આપવામાં આવેલ, આ ઉપરાંત આયુર્વેદિક હર્બલ કોસ્મેટીક પ્રોડક્ટ પણ જે રાહતદરે મળે છે તેમનું ખુબજ વેચાણ થયેલ તથા બહોળો પ્રતિસાદ મળવા પામેલ હતો અને તેમના દ્વારા બનાવેલા પ્રોજેકટ અને મોડેલ પણ લાઇવ ડિસ્પ્લેમાં જોવા મળશે. આ ઉપરાંત કોમ્પ્યુટર એડેડ ડ્રેસ મેકિંગઅને ફેશન ડિઝાઇન ટેક્નોલૉજી ટ્રેડના તાલીમાર્થીનીઓએ તૈયાર કરેલા પંજાબી ડ્રેસ,કુર્તી, ચણિયા-ચોળી તથા વેસ્ટર્ન વેરનું રાહતદરે વેચાણ થયેલ,અને જેના આગામી દિવસોમાં તે માટેના ઓર્ડર પણ સંસ્થા ખાતે લેવામાં આવશે,આ કાર્યક્રમમાં સર ભાવસિંહજી પોલિટેકનિક કોલેજ, ભાવનગરના તમામ પ્રોફેસર મેડમ અને મહિલા સ્ટુડન્ટ, મહિલા મંડળ તથા કૌશલ્ય વર્ધન કેન્દ્ર- કળસાર, મહુવા તેમજ પીડીલાઇટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મહુવાની ટીમ દ્વારા સંસ્થાની મુલાકાત લીધેલ હતી,કાર્યક્ર્‌મનો સમય સવારના ૧૦ઃ૦૦ થી બપોરના ૦૪ઃ૦૦ વાગ્યા સુધીનો છે, તો શહેરના તમામ બહેનોએ અચુકલાભ લેવા જણાવાયું છે. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્ય મનોજભાઇ ચાંદલીયા, ઇન્ચાર્જ ફોરમેન ભાવનાબેન પંડ્યા તથા સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર- ગારમેન્ટ જીગ્નાબેન પટેલ, ધારાબેન યુ. શુકલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર- બેઝીક કોસ્મેટોલોજી તથા મહિલા આઈ.ટી.આઈભાવનગરના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ હતી.