ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો ‘ટેક ફેસ્ટ’નો ૧૬ ફેબ્રુઆરીથી પ્રારંભ 

880
gandhi12-2-2018-3.jpg

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)નો ઝોનલ લેવલનો ‘ટેક ફેસ્ટ’નો ૧૬ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. આ વખતે કુલ ૩૭ સ્પર્ધાઓમાં એન્જિનયરિંગમાં ૨૭, ફાર્મસીમાં ચાર અને મેનેજમેન્ટની છ સ્પર્ધા યોજાશે. જેમાં ૧૦ હજારથી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના ઈનોવેટીવ આઈડિયાને પ્રોડક્ટ કે સર્વિસમાં રૂપાંતર કરવા આધાર મળી રહે તેના માટે દસ હજારથી માંડીને બે લાખ સુધીની સહાય આપવામાં આવશે. આ સિવાય પેટન્ટને પાત્ર હોય એવા પ્રોજેક્ટ્‌સ માટે પેટન્ટ મેળવવા જીટીયુ નાણાકીય સહાય પણ આપશે. 
આ વખતે એકથી વધારે કૉલેજોને બ્રાન્ચદીઠ યજમાનપદ ફાળવવામાં આવ્યું છે અને ટેકફેસ્ટ માટેનું ભંડોળ પણ વધારવામાં આવ્યું છે.
આ વખતેે અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારની કૉલેજો માટે ઝોનલ ટેક ફેસ્ટ ગાંધીનગર ઈન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજી (જીઆઈટી), એલ.જે. કૉલેજ, અને સરકારી ઈજનેરી કૉલેજ ગાંધીનગરમાં યોજાશે. જ્યારે વલ્લભ વિદ્યાનગર ઝોન માટે બિરલા કૉલેજ, બાબરીયા ઈન્સ્ટિટ્યુટ અને આનંદ ફાર્મસી કૉલેજમાં ટેકફેસ્ટ યોજાશે. 

Previous article સે- ૩ બ્રહ્માકુમારી કેન્દ્રમાં બાબા બર્ફાનીના મહાદર્શન
Next article અરજદારોને સુવિધા આપવામાં RTO વામણી પુરવાર થતા રોષ