પોલીસ પુત્રની દાદાગીરી… પિયર રહેતી પત્નીને જાહેરમાં વાળ પકડી મારી

2462

જામનગરમાં ખોડીયાર કોલોનીમાં સંજીવની મેડિકલવાળી શેરીમાં રહેતાં અને લાંચના કેસમાં સસ્પેન્ડ પોલીસ કર્મચારી ભુપેન્દ્રભાઇ ઉપાધ્યાયના પુત્ર અમિતના લગ્ન દક્ષાબેન સાથે થયા હતા. પરંતુ પતિ સાથે ન ભળતાં દક્ષાબેન દિગ્જામ મીલ મહાકાળી મંદિરની બાજુમાં આવેલા ગાયત્રીનગર શેરી નં. ૨ માં રહેતા પોતાના માવતરે રિસામણે બેઠા હતાં. આ દરમિયાન અમિત અને પ્રદીપભાઇ (રે.ગુલાનગર) નામના શખ્સ સાથે પત્ની દક્ષાબેનને કરિયાવરનો સામાન પાછો આપવા ગયો હતો. પરંતુ દક્ષાબેને કરિયાવરનો સામાન લેવાની ના પાડતા ઉશ્કેરાયેલા પોલીસ પુત્ર અમિતે જાહેરમાં પત્ની દક્ષાબેનને વાળ પકડી માર માર્યો હતો અને સામાન બહાર ફેંકી દીધો હતો.

આ દરમિયાન દક્ષાબેનની માતા અને બહેન વચ્ચે પડતા બંનેને પણ અમિતે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દક્ષાબેનને લોખંડના પદાર્થ વડે જાહેરમાં મારતા દક્ષાબેને રાડારાડી કરી મુકી હતી. આથી આસપાસમાંથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને અમિતને પકડી રાખ્યો હતો. આ બનાવ અંગે દક્ષાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે અમિત અને પ્રદીપભાઇ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Previous articleકચ્છની ‘કોયલ’ ગીતા રબારીએ મોદી સાથે મુલાકાત કરી
Next articleલેડી ડોન ભૂરીની દીવમાં દાદાગીરી… પુરૂષ મિત્ર સાથે બાખડી, હથિયાર સાથે ધરપકડ