બરવાળાના કાપડીયાળી પાસેથી ૨૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો

1113

બરવાળા તાલુકાના કાપડીયાળી ગામ પાસેની કેનાલના રસ્તા ઉપર દેશી દારૂની હેરાફેરી થતી હોવાની મળેલ બાતમીના આધારે ભુરાભાઈ ચાવડા, ધવલભાઈ કેવડીયા ,કુલદીપસિંહ રાઠોડ સહીતના પોલીસ સ્ટાફ દ્વારા ઓપરેશન ગોઠવી ૨૦૦ લીટર દેશી દારૂ સાથે એકની અટકાયત કરી હતી જયારે એક ફરાર થઇ ગયો હતો.

આ અંગે બરવાળા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર તા.૧૦-૦૭-૨૦૧૯ ના રોજ  સાંજના ૬ઃ૦૦ અરસામાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા એ સમયે ચોકડી ગામથી કેનાલ માર્ગે દેશી દારૂની હેરાફેરી થતી હોવાની મળેલી બાતમીના આધારે કાપડીયાળી તરફ વાઢેળા ગામની કેનાલ પાસે વોચમાં હતા એ અરસામાં બે મોટર સાયકલ નંબર જી.જે.૦૭. બી.પી. ૪૪૭૫, જી.જે.૧૮. સી.એમ. ૯૫૨૮ ઉપર દેશી દારૂની હેરાફેરી કરતા સંજય બાબુભાઇ રહે.ચોકડી તા.બરવાળાને ૨૦૦ લીટર દેશી દારૂ સાથે અટકાયત કરી હતી જયારે નીતિન ભરતભાઈ દેવીપૂજક  રહે. ચોકડીતા. બરવાળા મોટર સાયકલ મૂકી ફરાર થઇ ગયો હતો પોલીસે આરોપી પાસેથી ૨૦૦ લીટર દેશી દારૂ કી.રૂ.૪૦૦૦ તેમજ બંને મોટર સાયકલ કી.રૂ.૨૭૦૦૦/- સાથે ૩૧૦૦૦/- નો મુદામાલ જપ્ત કર્યો હતો.

Previous articleશિશુવિહાર દ્વારા સવાઇનગરમાં આરોગ્ય કેમ્પ
Next articleકેનાલમા પાણી છોડવા મુદ્દે ખેડુતોએ આંદોલન કરતા તંત્ર એ પાણી છોડ્યું