પ્લેન હાઇજેકિંગ કેસના કેદી બિરજુની બેરેકમાંથી મોબાઇલ મળતા ચકચાર

431

અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં બંધ પ્લેન હાઇજેકિંગ કેસના કેદી બિરજુ સલ્લાની બેરેકમાંથી મોબાઇલ મળી આવ્યો છે. સાબરમતી જેલની જૂની ખોલી નંબર-૧માંથી મોબાઇલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અવારનવાર સાબરમતી જેલમાંથી મોબાઇલ મળી આવતા સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે.

બિરજુ સલ્લા પ્લેન હાઇજેકિંગ કેસમાં દોષિત ઠર્યો છે અને સાબરમતીમાં બંધ છે. સલ્લાએ ગર્લફ્રેન્ડને ડરાવવા માટે પ્લેનમાં બોમ્બ છે તેવી ચિઠ્ઠી લખી હતી. સલ્લાની બેરેકમાંથી પોલીસને એક મોબાઇલ ફોન અને એક સીમકાર્ડ મળી આવ્યું છે. આ મામલે પોલીસે સલ્લા સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. સલ્લાની જેલમાંથી મોબાઇલ મળી આવતા આ અંગે કોઈ નેટવર્ક કામ કરે છે કે નહીં તેની તપાસ સ્પેશિયલ ઑપરેશન ગૃપને સોંપવામાં આવી છે.

Previous article૪ મહિનાથી બંધ પડેલી હેલિકોપ્ટર સેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરી કરાઇ શરૂ
Next articleવલસાડમાં ધોરણ ૧૦ની પુરક પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો