હવે દબંગ-૩ ફિલ્મમાં મહેશ માંજરેકરની પુત્રી જોવા મળશે

589

સુપરસ્ટાર સલમાન ખાને હવે પોતાના નજીકના મિત્ર મહેશ માંજરેકરની નાની પુત્રીને બોલિવુડમાં લોંચ કરવા માટેની તૈયારી કરી ચુક્યો છે. સલમાન ખાનની આવનારી ફિલ્મ દબંગ-૩ ફિલ્મમાં તે સલમાન ખાનની સાથે રોમાન્સ કરતી નજરે પડનાર છે. તમામ બાબતો અંગે માહિતી ધરાવનાર લોકોનુ કહેવુ છે કે મહેશ માંજરેકરની પુત્રી સઇ ફિલ્મમાં સલમાન ખાનની પ્રેમિકા તરીકે નજરે પડનાર છે. તેની ભૂમિકા પ્રિક્વલમાં રહેશે. ફિલ્મમાં સલમાન ખાનની પત્નિના રોલમાં તો સોનાક્ષી સિંહા જ જોવા મળનાર છે. જો કે તેની સાથે તે પોતાના યંગ અવતારમાં સઇ સાથે રોમાન્સ કરતો નજરે પડનાર છે. આ પહેલા એવા હેવાલ આવ્યા હતા કે ફિલ્મમાં મહેશ માંજરેકરની મોટી પુત્રી અશ્વામી દેખાશે. પરંતુ કહેવામાં આવે છે કે હાલમાં તે ફિલ્મમાં આવવા માટે ઇચ્છુક નથી. સુત્રોના કહેવા મુજબ સઇએ સલમાન ખાનની સાથે અનેક સીનના શુટિંગ કરી લીધા છે. બંનેના એક ગીતનુ શુટિંગ પણ પૂર્ણ કરી લેવામા ંઆવ્યુ છે. દબંગ-૩ ફિલ્મ મારફતે કન્નડ સ્ટાર સુદીપ મેનસ્ટ્રીમ બોલિવુડમાં પરત ફરવા જઇ રહ્યો છે. તે ફિલ્મમાં વિલેનના   રોલમાં નજરે પડનાર છે. નિર્દેશક પ્રભુ દેવાની આ ફિલ્મ ક્રિસમસના દિવસે રજૂ કરવામાં આવનાર છે. દબંગ સિરિઝની તમામ ફિલ્મો પહેલા હિટ સાબિત થઇ છે. અગાઉની ફિલ્મોમાં સલમાન અને સોનાક્ષી સિંહા જ મુખ્ય રોલમાં નજેર પડ્‌યા છે. દબંગ-૩ ફિલ્મને અગાઉની જેમ સફળ બનાવવા માટે તમામ પ્રકારના મશાલા ફિલ્મમાં ઉમેરી દેવામાં આવ્યા છે. જેમાં આઇટમ સોંગ પણ સામેલ છે.

અગાઉની ફિલ્મમાં મલાઇકા અરોરા ખાને આઇટમ સોંગ કરીને તમામને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ બીજી ફિલ્મમાં કરીના કપુરે આઇટમ સોંગ કરીને તમામને રોમાંચિત કરી દીધા હતા.

Previous articleડોન-૩ ફિલ્મમાં શાહરૂખની જગ્યા પર રણવીર સિંહ હશે
Next articleજાન્હવીની બહેન ખુશી પણ હવે ફિલ્મોમાં એન્ટ્રી મારશે