ઢસા આરજેએચ હાઇ.માં રાહતદરે નોટબુક વિતરણ

435

આર.જે.એચ. હાઇસ્કૂલ ઢસા ખાતે ગુરૂપૂર્ણિમાના દિવસે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગઢડા દ્વારા ધો.૯ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓને રાહતદરે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યાર્ડના ચેરમેન કિરીટભાઇ હુંબલના અધ્યક્ષપદે યોજાયો હતો. જેમાં ડાયરેકટર પ્રવિણભાઇ પરમાર, ગામના અગ્રણીઓ, વેપારીઓ, અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. માર્કેટીંગ યાર્ડ દ્વારા શાળાના રીનોવેશન માટે આપવામાં આવેલ દાન બદલ શાળાનાં આચાર્ય ડા.જી.બી.હેરમા દ્વારા કિરીટભાઇ હુંબલનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુરૂપૂર્ણિમાની શાળામાં ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleગુજરાત ચેમ્બરની એક્ઝીક્યુટીવ કમીટીમાં ભાવેણાના સુનિલભાઇ વડોદરીયાની નિયુક્તિ
Next articleઘોઘાના વાવડી ગામે પ્રમુખ સંજયસિંહ ગોહિલની હાજરીમાં ખેડુત શિબિર યોજાઈ