બાઇક અથડાવા જેવી નજીવી બાબતે યુવાનની હત્યા : ૪ ઈસમની ધરપકડ

615

શહેરમાં જયાપાર્વતીની મોડીરાત્રે નાણાવટી ચોક નજીક એક યુવાનની છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે મામલે હત્યામા સંડોવાયેલા ૪ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. નાણાવટી ચોક નજીક બાઇક અથડાવવા જેવી સામાન્ય બાબતે આકાશ ભગવાનજી રાઠોડ નામના યુવાનને ચાર ઈસમોએ મોતને ઘાટ ઉતાર્યો હતો.

રંગીલા રાજકોટમાં જયાપાર્વતીના જાગરણના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આકાશ રાઠોડ નામના યુવાનની વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતે ૪ ઈસમો દ્વારા છરીના ઘા મારીને હત્યા નિપજાવામાં આવી હતી. જેને લઈને શહેરની ગાંધીગ્રામ પોલીસે ૪ ઇસમોની શોધખોળ હાથ ધરી હતી.

જેને લઈ ગઈકાલે આ ૪ ઈસમો શહેરના જામનગર રોડ પરથી ઝડપાયા છે. ઇસમોની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આકાશ રાઠોડ નામના યુવાન સાથે પ્રથમ વાહન અથડાવવા બાબતે બોલાચાલી થતા મુખ્ય આરોપી સેજાત ઉર્ફ નવાબ જલવાણી નામના યુવાને આકાશને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.

Previous article૨૦૨૪ સુધીમાં ગુજરાતી ખેલાડી ઇન્ડિયન હોકી ટીમમાં જગ્યા મેળવી લેશેઃ ધનરાજ પિલ્લે
Next articleજમવાનું થઇ રહ્યું કહેતાં ૭ પોલીસ વાળા હોટેલમાલિક પર તૂટી પડ્‌યા