પૂર્વ વિદેશ મંત્રી બોરિસ જોનસન બનશે ઈંગ્લેન્ડના નવા વડાપ્રધાન

491

બ્રિટનમાં થેરેસા મે બાદ પૂર્વ વિદેશ પ્રધાન બોરિસ જોનસન બ્રિટનના નવા વડાપ્રધાન બનશે. યુકેના વડાપ્રધાનની રેસમાં વર્તમાન વિદેશ પ્રધાન જેરેમી હંટને હરાવીને બોરિસ પીએમ પદ સુધી પહોંચ્યા છે. જોનસનને બ્રિટનની સત્તાધારી કંઝરવેટિવ પાર્ટીમાં નેતા પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ૮૭.૪૦ ટકા વોટ મળ્યા. તેઓ વડાપ્રધાન પદ માટેના શપથ બુધવારે ગ્રહણ કરશે. દેશની બીજી મહિલા વડાપ્રધાન થેરેસા મેએ ગત ૭ જૂને પીએમ પદેથી રાજીનામું આપી દેતા નવા નેતાની તલાશ શરૂ થઇ હતી. ત્યારે મંગળવારે સત્તાવાર રીતે બોરિસ જોનસનની બ્રિટનના આગામી વડાપ્રધાન તરીકે પસંદગી કરી લેવાઇ છે.

થેરેસા મેને બ્રેક્ઝિટને તેને મુકામ સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહેવા બદલ પીએમ પદ છોડવું પડ્યું હતું. વડાપ્રધાનનું પદ સંભાળ્યા બાદ બોરિસ જોનસન જ્યારે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પ્રવેશ કરશે તો તેમની સામે સૌથી મોટો પડકાર બ્રેક્ઝિટ વિવાદને ખતમ કરવાનો હશે. બોરિસે ગત મહિને કહ્યું હતુ કે તેઓ ૩૧ ઓક્ટોબર સુધીમાં પોતાના પ્લાનને દરેક સ્થિતિમાં અમલમાં લાવવાનો પ્રયાસ કરશે.

બ્રિટનને ચાલુ વર્ષે ૩૧ ઓક્ટોબર સુધીમાં યુરોપિયન યુનિયનથી અલગ થવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે.

બોરિસ જોનસન બે વખત સાંસદ રહી ચુક્યા છે. આ સિવાય તેઓ વિદેશ મંત્રી અને લંડનનાં મેયર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. આ સાથે જ બોરિસ ટેલીગ્રાફ અખબારમાં સાપ્તાહિક કોલમ લખે છે. તેમજ બોરિસ પોતાની ગર્લફ્રેન્ડ સાથેનાં સંબંધોને કારણ પણ ખાસ્સા ચર્ચામાં આવ્યા હતાં.

ટેનાં વિત્ત મંત્રી ફિલિપ હૈમંડે જણાંવ્યું કે, જોનસન પ્રધાનમંત્રી બનશે તો તેઓ રાજીનામુ આપશે. તેમણે જણાંવ્યું કે તેઓ જોનસનની બ્રેક્ઝીટ રણનીતિથી ક્યારેય સહમત નહિં થાય.

Previous articleગાંધીનગર : મચ્છરોની ઉત્પત્તિ મુદ્દે જિલ્લાની ૨૩૦ બાંધકામ સાઇટોને નોટિસ
Next articleકાશ્મીર મુદ્દે ટ્રમ્પના મોટા ગોટાળા બાદ અમેરિકાની પ્રતિષ્ઠાને ફટકો