IAS દહિયાએ સેક્ટર ૭ પોલીસને દિલ્હીની યુવતી વિરૂધ્ધ બ્લેક મેઈલિંગની ફરિયાદ કરી

450

આઈએએસ ગૌરવ દહિયાએ સેક્ટર ૭ પોલીસ સ્ટેશનમાં દિલ્હીની યુવતી લીનુ સિંગ વિરૂધ્ધ અરજી કરી હતી. અરજીમાં યુવતી ખોટી રીતે ફસાવતી હોવાનો અને બ્લેકમેઇલિંગ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ યુવતી ફેસબુક અને ટ્‌વીટરમાં જે ફોટા ટ્‌વીટ કર્યા છે તેને મોર્ફ કરેલા હોવાનું જણાવ્યું છે. એક વર્ષથી આ યુવતી હેરાનગતિ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર ડીવાયએસપી એમ.કે રાણાએ જણાવ્યું હતું કે, અરજી આવી છે જેમાં યુવતી ઓફિસમાં ફોન કરી ખોટી રીતે હેરાનગતિ કરે છે. પત્ની સાથે સંબંધો ખરાબ કરાવી છૂટાછેડા કરાવ્યા છે. બ્લેકમેઇલિંગ કરી મકાન પણ લઈ લીધું હોવાનું કહ્યું છે. અરજી અંગે હાલ તપાસ ચાલી રહી છે.

Previous articleઅમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા
Next articleનારદીપુર પંચાયતના બોરમાંથી ૩ દિવસથી કબૂતરોના માંસ અને પીંછાંવાળું પાણી આવતાં રોગચાળાની ભીતિ