વિદ્યાધીશ ખાતે ભાવ.ની ૨૧ શાળાના ૩૦૦ સ્કાઉટ ગાઇડે માણ્યો હેન્ડીક્રાફ્ટનો આનંદ

490

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ અને વિદ્યાધીશ વિદ્યાસંકુલના સંયુક્ત ઉપક્રમે તા.૨૧-૦૭ને રવિવારના રોજ ભાવનગર શહેરની ૨૧ શાળાનાં ૩૦૦ સ્કાઉટ ગાઇડો બાળકોએ વિદ્યાધીશ ખાતે હેન્ડીક્રાફ્ટ વર્કશોપનો આનંદ માણ્યો હતો.

જિલ્લા સ્કાઉટ ગાઇડ સંઘની પ્રતિમાસ વિવિધ કાર્યક્રમોનો શ્રૃંખલાના ભાગરૂપે હેન્ડીક્રાફ્ટ વર્કશોપથી શરૂઆત સ્કાઉટ પ્રાર્થનાથી કરવામાં આવેલ. જ્યારે વિદ્યાધીશ સંસ્થાના આચાર્ય આકાશભાઇ દ્વારા સૌને આવકારવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન શાસનાધિકારી યોગેશભાઇ ભટ્ટ, ઇ.આઇ.પાંડે, વિશાલભાઇ ત્રિવેદી, કિરિટભાઇ, વિગેરેએ શુભેચ્છા મુલાકાત લઇ સ્કાઉટ ગાઇડને પ્રોત્સાહિત કર્યા હતા.

ભાગ લેનાર તમામ બાળકો એ કિ-ચેઇન, રાખડી, કમળ વિગેર ેવસ્તુઓ બનાવેલ અને પોતાના ઘરે લઇ ગયેલ ભાગ લેનાર બાળકોને યજમાન સંસ્થા દ્વારા પ્રમાણપત્ર તેમજ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવેલ.

Previous articleનર્સીંગ એસો. દ્વારા સર.ટી.હોસ્પીટલમાં સુત્રોચ્ચાર
Next articleઅમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચની સફળ કામગીરી વિવિધ – ૧૦ ગુનાનો ભેદ ઉકેલાયો