બોલિવુડ ફિલ્મોમાં હજુ ઘણા ફેરફારની જરૂર છે જ : ટિસ્કા

395

૧૯૯૩માં પ્લેટફોર્મ મારફતે પોતાની બોલિવુડ કેરિયર શરૂ કરનાર ટિસ્કા ચોપડાએ કહ્યુ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવુડમાં ફેરફાર થયા છે. મહિલાઓની લાઇફ પણ કુબ બદલાઇ ગઇ છે. જો કે તે માને છે કે હજુ પણ કેટલાક ફેરફાર જરૂરી છે. ટિસ્કાનુ કહેવુ છે કે ફિલ્મમોમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે મહિલાઓને પોતે આગળ આવવાની જરૂર છે. મહિલાઓને લેખન, નિર્માણ અને નિર્દેશનના  ક્ષેત્રમાં કુદી જવાની જરૂર છે. ટિસ્કા સુપરહિટ ફિલ્મ તારે જમીન પર મારફતે ચાહકોમાં લોકપ્રિય થઇ હતી. આ  ફિલ્મમાં તે શાનદાર ભૂમિકા અદા કરી ગઇ હતી. ટિસ્કાએ કહ્યુ છે કે ચીજો બદલાઇ રહી છે. પરંતુ હજુ કેટલીક ચીજોને બદલી દેવાની જરૂર છે. ફેરફારની ગતિમાં તેજી લાવવાની જરૂર છે.આના માટે મહિલાઓને નિર્માણ તથા નિર્દેશનના ક્ષેત્રમાં આગળ આવવુ પડશે. તેનુ કહેવુ છે કે મહિલાઓ બાળકો પેદા કરી શકે છે તો ફિલ્મ નિર્માણ પણ કરી શકે છે. તેનુ કહેવુ છે કે તે એક શોટ ફિલ્મ ટાની બનાવી ચુકી છે. તેની આગામી શોર્ટ ફિલ્મ તૈયાર છે. ટાની તેના પ્રોડક્શન બેનર ઇસ્ટર્ન વેની પ્રથમ ફિલ્મ હતી. ટિસ્કા બોલિવુડમાં કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી ચુકી છે. જેમાં તારે જમીન પર, ફિરાક, કિસ્સા ટ ટેલ ઓફ લોનલી ઘોસ્ટ, ટીવી શો ૨૪ અને ઘાયલ વંસ અગેઇન ફિલ્મનો સમાવેશ થાય છે. તેની ફિલ્મ  ધ હંગેરી માટે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવી હતી.

તેનુ કહેવુ છે કે લાંબા સમય બાદ ભારતીય ફિલ્મ ઇન્સ્ટ્રીઝમાં ફરી એકવાર સારી પટકથાને ફરી મહત્વ આપવામાં આવનાર છે.

ટિસ્કા બોલિવુડમાં હવે સહાયક અભિનેત્રી તરીકેની મોટી ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે. તેની પાસે સારી ફિલ્મની ઓફર હાલમાં આવી રહી નથી પરંતુ તે આશાવાદી દેખાઇ રહી છે.