મળવા આવેલા ૮ સંબંધીઓને ફૂડ પોઇઝનિંગની અસર

525

બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાના માનપુર ગામે આઠ લોકોને જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગ ની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. તમામ અસરગ્રસ્તોને સારવાર માટે શિહોરી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના માનપુર ગામે સંબંધીઓ ને મળવા આવેલા ૮ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. માનપુર ગામમાં રહેતા વાઘેલા પરિવારને અમદાવાદથી તેમના સંબંધીઓને મળવા માટે આવ્યા હતા. તમામ લોકોએ બપોરના સમયે સાથે બેસી દાળ, ભાત, શાક અને રોટલીનું ભોજન લીધું હતું. પરંતુ મળવા આવેલા આઠ લોકોને ભોજન બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતા ઊલટી શરૂ થઈ ગઈ હતી.

Previous articleકડીમાંથી ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા અજયજી ઠાકોરને વજન કાંટા સાથે મહેસાણા એસઓજીએ ઝડપ્યો
Next articleકેશડોલ અને પાકની નુકસાનીનું વળતર ચૂકવવા રજૂઆત કરાશે : અમિત ચાવડા