રાણપુરના વિદ્યાર્થીઓને લઈ આવતી બસ બરવાળા ચોકડી પાસે ખાળીયામાં ઉતરી

1418

બોટાદ જીલ્લાના રાણપુરની જન્મભુમિ હાઈસ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓને લઈને આવતી ધંધુકા ડેપોની બસ રાણપુરથી ૨ કી.મી.દુર બળવાળા ચોકડી પાસે ખાળીયામાં ઉતરી જતા મોટો અકસ્માત થતા રહી ગયો હતો.

બનાવની મળતી વિગત મુજબ ધંધુકા થી સવારે ૯ઃ૩૦ કલાકે ઉપડતી ધંધુકા-બોડીયા-રાણપુરની લોકલ બસ વિદ્યાર્થીઓ માટે વર્ષોથી ચાલે છે.જેમાં બોડીયા, હડમતાળા, માલણપુરના આશરે ૧૨૦ વિદ્યાર્થીઓ એક જ બસમાં ઠાંસી ને ભરવામાં આવે છે.ખાળીયામાં ઉતરી ગયાની ભુલનો ઢાંક પીછોડો કરવા ડ્રાઈવરે જાતે ટાયરમાંથી હવા કાઢી નાખી હતી.જો કે આ બાબત બોડીયા તથા માલણપુરના સરપંચ સાથે વાત કરતા જણાવેલ કે ધંધુકા,બરવાળા અને બોટાદ એસ.ટી.ડેપો દ્વારા ચલક ચલાણા કરવામાં આવે છે.વર્ષોથી બે બસની માંગણી કરી હોવા છતા વધારાની બસ નથી તેમ જણાવવામાં આવે છે.આજના બનાવ વિશે વિદ્યાર્થીઓએ જણાવેલ કે આ ડ્રાઈવર હેન્ડસ ફ્રી ભરાવીને કાયમ ડ્રાઈવીંગ કરી વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાંખે છે.તથા રસ્તા સારા નહી હોવાથી વ્યવસ્થીત બસ ચલાવવાનું કહેવામાં આવે તો કહે કે મારે બસ ચલાવવાની છે તમારે કાંઈ કહેવાની જરૂર નથી.વળી બસ ચલાવતા ચલાવતા વીડીઓ કોલીંગ કરે છે.બસ ખાળીયામાં ઉતરી ગયા બાદ ડ્રાઈવર ભાગી ગયેલ જ્યારે કન્ડક્ટરને વાગ્યુ હોવા છતા વિદ્યાર્થીઓને બસની બહાર કાઢવામાં મદદ કરેલ.

Previous articleમુખ્યમંત્રી રૂપાણીના જન્મદિન નિમિત્તે ભાજપ દ્વારા રકતદાન
Next articleમોટા રોલ ન મળ્યા હોવા છતાં સની લિયોન હાલમાં સંતુષ્ટ છે