સ્થાપના દિને જ ગાંધીનગરના જુના સેક્ટરો પાણી ન આવ્યું

471

ગાંધીનગરના જુના સેક્ટરોને ચરેડીની પાણીની ટાંકીમાંથી પાણી પુરવઠો આપવામાં આવે છે. ગઇકાલે રાત્રે અને આજે સવારે આ પમ્પીંગ સ્ટેશનોમાં વીજપુરવઠો નહીં પહોંચવાને કારણે જુના સેક્ટરોમાં શુક્રવારે પાણી આપી શકાયું ન હતું. પાણી પુરવઠો નહીં પહોંચતા નગરના સ્થાપના દિને જ જુના સેક્ટરો તરસ્યા રહ્યા હતા.

ગાંધીનગરના જુના સેક્ટરો એટલે કે, સેક્ટર-૧૪થી સે-૩૦માં ચરેડી પમ્પીંગ સ્ટેશનનથી પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. ચરેડી સ્થિત બે પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે અહીં રાત્રે પાણીનો સ્ટોર કરીને સવારે એક સાથે જુના સેક્ટરોમાં પાણી પુરવઠો આપવામાં આવે છે ત્યારે અહીં ગઇકાલે રાત્રીના સમયે તેમજ સવારના સમયે તકનીકી ખામી સર્જાવાને કારણે વીજ પુરવઠો જ મળ્યો ન હતો. જેના કારણે મોટરથી પાણી લઇ શકાયું ન હતું. એટલુ જ નહીં, સવારે પણ લાઇટ નહીં હોવાને કારણે પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી. જેના કારણે આજે ગાંધીનગરના સ્થાપના દિને જ જુના સેક્ટરોમાં પાણી પુરવઠો આપવાનો મુશ્કેલ બન્યો હતો.

જો કે, સ્થાનિક વિજળીનો ઉપયોગ કરીને થોડો પુરવઠો આપવામાં આવ્યો હતો પરંતુ તે કેટલાક સેક્ટરો પુરતો જ મર્યાદિત હતો જેથી મોટાભાગના જુના સેક્ટરો સ્થાપનાદિને તરસ્યા રહ્યા હતા. જો કે, આ વીજળીની સમસ્યા દુર થઇ ગઇ હોવાનો તંત્રના અધિકારીઓ દાવો કરી રહ્યા છે અને આવતીકાલથી રાબેતા મુજબ પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે તેમ જણાવી રહ્યા છે.

Previous articleહાઉસિંગ બોર્ડના ૨૫ વર્ષથી વધુ જુના મકાનોનો પુનઃ વિકાસ કે પુનઃ નિર્માણ હવે શક્ય બનશે
Next articleછત્તીસગઢ : અથડામણમાં ૭ નક્સલવાદી મોતને ઘાટ