શાકમાર્કેટ માળીની ખડકીમાં મોડી રાત્રે મકાનમાં આગ : ફસાયેલા ત્રણને બચાવાયા

802

ભાવનગરમાં બે મકાનમાં ભીષણ આગ ભભુકી ઉઠતા ફાયર બ્રિગેડના સ્ટાફે રેસ્કયુ ઓપરેશન દ્વારા દાદા-દાદી અને દિકરા સહિત ત્રણને સલામતીપુર્વક બચતાવી લીધા હતાં. આગમાં બે મકાનની ઘરવખરી સંપુર્ણ સળગી જવા પામી હતી. મળતી વિગતો મુજબ શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં ભાવનગર નાગરિક સહકારી બેંકની સામેમ ાળીની ખડકીમાં આવેલ સુરેશભાઈ દેવજીભાઈ ધોળકીયાના બે માળના મકાનમાં મોડીરાત્રીના ૧-૩૦ કલાકે આગ ભભુકી ઉઠી હતી અને જોત જોતામાં આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી અને બાજુના આવેલા એક બંધ મકાનમાં પણ આગ ફેલાઈ ગઈ હતી.

આગની જાણ થતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને આગમાં બીજા માળે ફસાયેલા સુરેશભાઈ દેવજીભાઈ ધોળકીયા (ઉ.વ.૭૪), કુસુમબેન સુરેશભાઈ ધોળકીયા (ઉ.વ.૬૭) તથા જીજ્ઞેશભાઈ સુરેશભાઈ ધોળકીયા (ઉ.વ.પ૦)ને રેસ્કયુ દ્વારા સલામતી પુર્વક નીચે ઉતારી બચાવી લીધા હતાં. ફાયર બ્રિગેડના સ્ટાફ પાંચ ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. આગના ટી.વી. ફ્રિજ, એલ.સીડી સહિત ઘરવખરની સંપુર્ણ ચીજવસ્તુઓ સળગી જવા પામી હતી.

Previous articleસિહોરની વિદ્યામંજરી સ્કુલના વિદ્યાર્થીઓ ગૌત્તમેશ્વર પ્રવાસે
Next articleતુલસી જયંતિ મહોત્સવનાં બીજા દિવસની સંગોષ્ઠિમાં બહુવિધ માનસ બિંદુની ચર્ચા