બેંગલુરૂમાં ૧૭ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી રમાનારી દુલીપ ટ્રોફી ૨૦૧૯-૨૦૨૦ માટે ટીમોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે ઈન્ડિયા બ્લૂ ટીમની કમાન શુભમન ગિલના હાથમાં છે જ્યારે ઈન્ડિયા ગ્રીનની કમાન ફૈઝ ફઝલ કરશે. આ રીતે ઈન્ડિયા રેડનો કેપ્ટન પ્રિયાંક પંચાલ હશે.
વેસ્ટ ઈન્ડિઝ-એ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરનાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ભારતની સીનિયર ટીમમાં જગ્યા ન મળવાથી ઘણો નિરાશ છે. એમએસકે પ્રસાદની અધ્યક્ષતા વાળી પસંદગી સમિતિએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રમાનારી ત્રણ વનડે, ત્રણ ટી૨૦ અને બે ટેસ્ટ મેચોની સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓની પસંદગી કરી છે, પરંતુ શુભમન ગિલને એકપણ ફોર્મેટમાં ટીમમાં સ્થાન મળ્યું નથી.
ઈન્ડિયા બ્લૂઃ શુભમન ગિલ (કેપ્ટન), ઋૃતુરાજ ગાયકવાડ, રજત પાટીદાર, રિકી ભુઈ, અનનમોલપ્રીત સિંહ, અંકિત બવાને, સ્નેલ પટેલ (વિકેટકીપર), શ્રેયસ ગોપાલ, સૌરવ કુમાર, જલજ શર્મા, તુષાર દેશપાંડે, બાસિલ થમ્પી, અનિકેત ચૌધરી, દિવેશ પઠાનિયા અને આશુતોષ અમર.
ઈન્ડિયા ગ્રીનઃ ફૈઝ ફઝલ (કેપ્ટન), અક્ષત રેડ્ડી, ધ્રુવ શોરે, સિદ્ધેશ લાડ, પ્રિયમ ગર્ગ, અક્ષદીપ નાથ, રાહુલ ચહર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયંત યાદવ, અંકિત રાજપૂત, ઇશાન પોરેલ, તનવીર ઉલ હક, અક્ષય વાડકર (વિકેટકીપર), રાજેશ મોહંતી અને મિલિંદ કુમાર.
ઈન્ડિયા રેડઃ પ્રિયાંક પંચાલ (કેપ્ટન), અભિમન્યુ ઇશ્વરન, અક્ષર પટેલ, કરૂણ નાયર, ઇશાન કિશન (વિકેટકીપર), હરપ્રીત સિંહ ભાટિયા, મહિપાલ લોમરોર, આદિત્ય સરવટે, અક્ષય વાકારે, વરૂણ એરોન, રોનિત મોરે, જયદેવ ઉનડકટ, સંદીપ વોરિયર અને અંકિત કાલસી.

















