દિલ્હીમાં આત્મઘાતી હુમલા થવાનો ભય : સુરક્ષા મજબૂત

468

ઇન્ટેલિજન્સ અને સિક્યુરિટી એજન્સીઓ દ્વારા દિલ્હીમાં પોલીસને હાઇ એલર્ટ પર મુકી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ સિક્યુરિટી એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે. જો કે સ્વતંત્રતા દિવસને લઇને પહેલાથી જ યુદ્ધના ધોરણે તૈયારી ચાલી રહી છે. જેના ભાગરૂપે પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ નિર્ણય બાદ સુરક્ષા મજબુત કરવામાં આવી છે. મેડિકલ ઇમરજન્સીને છોડીને દિલ્હી પોલીસ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. દિલ્હી મેટ્રોને પણ હાઇ એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. એડવાઇઝરી દિલ્હી મેટ્રોની તરફથી પણ જારી કરવામા ંઆવી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે સમગ્ર દિલ્હી-એનસીઆરમાં ચાલતા મેટ્રો નેટવર્ક માટે પણ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મેટ્રોમાં મુસાફરી કરતા લોકોની વધારે ચકાસણી કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે  જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી વિવાદાસ્પદ અને જટિલ કલમ ૩૭૦ને નાબુદ કરી હતી. મોદી સરકારે સ્વતંત્ર ભારતા ઇતિહાસમાં હજુ સુધીનો સૌથી મોટો નિર્ણય કરીને દેશના કરોડો લોકોની અપેક્ષાને અંતે પૂર્ણ કરી છે.

મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની જોડીએ નવો ઇતિહાસ સર્જ્યો હતો. સરકારે ભારે હલચલ વચ્ચે રાજ્યસભા રાજ્યસભામાં ઐતિહાસિક સંકલ્પ રજૂ કરીને કેટલાક નિર્ણયની જાહેરાત કરી હતી. કલમ ૩૭૦ અને કલમ ૩૫એ નાબુદ કરીને એક નવી શરૂઆત કરી દીધી છે.કલમ ૩૭૦ને દુર કરવાની સાથે રાજ્યનુ વિભાજન જમ્મુ કાશ્મીર અને લડાખ તરીકે બે કેન્દ્રશાસિત પ્રદેશમાં થઇ ગયુ છે. નવી વ્યવસ્થા મુજબ જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત ક્ષેત્રમાં પોતાની વિધાનસભા રહેશે. લડાખમાં વિધાનસભા રહેશે નહી. સુરક્ષા એજન્સીઓને લઇને ગઇકાલે દિલ્હી પોલીસ હેડક્વાર્ટરમાં અતિ મહત્વપૂર્ણ બેઠખ યોજાઈ હતી જેમાં ત્રાસવાદી ખતરાને લઇને વિશેષ તકેદારી, શકમંદો ઉપર બાજ નજર, સુરક્ષાના તમામ જરૂરી પગલા ઉઠાવવાના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સોશિયલ મિડિયા પર અફવા અને ઉશ્કેરણીજનક મેસેજને લઇને વધારાની સાવચેતી રાખવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા હતા. એવી આશંકા દેખાઈ રહી છે કે, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ, લશ્કરે તોઇબાના આત્મઘાતી હુમલાખોરો દિલ્હી અથવા એનસીઆરમાં સુરક્ષા સ્થળો ઉપર હુમલા કરી શકે છે. પોલીસને મળેલી ગુપ્તચર માહિતી મુજબ ત્રાસવાદીઓની નજર દિલ્હી ઉપર કેન્દ્રિત થઇ છે. કાશ્મીરમાં હાલના ઘટનાક્રમ બાદ દિલ્હી પર હુમલાનો ખતરો વધી ગયો છે. લુટિયન ઝોન, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. લાલ કિલ્લાની આસપાસ પણ અર્ધલશ્કરી દળના જવાનો ગોઠવવામાં આવી ચુક્યા છે. કલમ ૩૭૦ દૂર કરવામાં આવ્યા બાદ પહેલા કરતા વધુ સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. સુરક્ષાના સિક્યુરિટી ગેજેટ ઉપરાંત અન્ય સાધનોનો ઉપયોગ થઇ રહ્યો છે. દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, ફરિદાબાદ, ગુરુગ્રામના ૨૦૦થી પણ વધારે સ્ટેશનો પર ૩૦ લાખ યાત્રીઓ દરરોજ મુસાફરી કરે છે.

Previous article૩૭૦ : જમ્મુ કાશ્મીર ઉપર પ્રશ્નોને લઇ અધિર ફસાયા
Next articleજમ્મુ કાશ્મીર પુનઃરચના બિલ લોકસભામાં પાસ