ઋષિવંશી સમાજની ઉત્પતિ વિષેનો નાભિક પુરાણ ગ્રંથનું વિમોચન

472

નાભિકઋષિ, નાભિક, નાપિત, નાઈ ,ઋષિવંશી જાતિની ઉત્પત્તિની પ્રૌણાલિક સત્યકથા ને રજુ કરતા પુસ્તક “નાભિક પુરાણ” નું વિમોચન તા,૦૫ના રોજ  બલરામ ગુફા શ્રીરામ મંદિર ત્રિવેણી સંગમ, સોમનાથ (વેરાવળ) ખાતે (“નાભિક પુરાણ” નું અનુવાદન’ સંપાદક,પ્રકાશન “હેમરાજભાઈ રામજીભાઈ પાડલીયા” સ્થાપક, પ્રમુખ “ઋષિવંશી સમાજ સેવા સંઘ” ગુજરાત) ખાતે ભવ્ય કાર્યક્રમ માં થયું હતું ગુજરાત રાજ્યના પૂર્વ અગ્ર સચિવ  પિ.કે લહેરી ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું

આ “નાભિક પુરાણ”  ગ્રંથના  વિમોચન કર્તા પી કે લહેરી એ જણાવ્યું હતું કે તમારા સમાજ માટે આજે સોનાનો સુરજ ઉગ્યા બરાબર છે અને તમારા  સમાજને સ્વાભિમાની નામ મળ્યું છે

હેમરાજભાઈ પાડલીયા એ જણાવ્યું હતું કે આ માધ્યમથી મારો સમાજ એના મૂળ ગોત્ર સુધી પહોંચી ગયો છે જેનો  આજે  મને ખૂબ આનંદ છે અને આપ સૌ અવસરના સહભાગી બન્યા છો જેનો મને આજે ખૂબ જ આનંદ છે અને આપના સનમુખ દર્શનનો લાવો લેવાનો તક મળી છે જેનો આપ સૌનો આભારી છુંતેવું જણાવી  આવેલ જ્ઞાતિબંધુઓને ખરા હૃદયથી અને ભાતૃભાવ થી આનંદમય બની આવકાર્યા હતા.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટેની ભારે જહેમત ઉઠાવનારા રતીભાઈ સુરાણી ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાત મહામંત્રી તેમજ ભગવાનદાસ વિઠલાપરા મંત્રી તથા જે પી નાઈ  નંદુભાઈ અને ઋષિવંશી સમાજ સેવા સંઘ પરિવારની આખી ટીમ દ્વારા સહભાગી બની હતી.