લાકડીયા પુલ નજીક બાવળની કાંટમાં જુગાર રમતા ચાર શકુનીઓ ઝડપાયા

624

એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ  શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે મોતી તળાવથી લાકડીયા પુલ જવાના રસ્તે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે સ્મશાન પાછળ બાવળની કાંટામાં જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી તિનપતીનો હારજીતનો જુગાર રમે છે. જે હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જાહેરમાં તિનપતીનો પૈસા પાના વતી પૈસાની હાર જીતનો જુગાર રમતા કુલ ચાર ઇસમો વિજયભાઇ ઉર્ફે મુન્નો પ્રભાતભાઇ વસાવા ઉવ.૩૮, જયેશભાઇ વિજયભાઇ ડાભી ઉવ.૧૯, બાબરભાઇ રમેશભાઇ વસાવા ઉવ.૨૩, સંજયભાઇ કાન્તીભાઇ વસાવા ઉવ. ૨૫ રહે. રૂવાપરી રોડ લેપ્રેસી કોલોની દિનેશભાઇ ની દુકાન સામે ભાવનગર પાસેથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૧૨,૯૨૦/- મળી આવતા તમામ ઇસમો  સામે જુગાર ઘારા -૧૨ મુજબની ફરીયાદ પો.કો. રાજેન્દ્રસિંહ બહાદરુસિંહ સરવૈયા એ આપી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleરામકથાથી નીતિ, મહાભારતથી યુક્તિ અને ભાગવતથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે : ગોવિંદગિરીજી
Next articleશહેર ભાજપે દરેક વોર્ડમાં ફટાકડા ફોડ્યા