વરૂણ-સારાની ફિલ્મ કુલી નંબર-૧નું ટીઝર પોસ્ટર રિલિઝ

535

વરુણ ધવન તથા સારા અલી ખાનની ફિલ્મ ‘કુલી નંબર ૧’નું પહેલું ટીઝર મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મના મોશન પોસ્ટરને ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટિ્‌વટર પર શૅર કર્યું છે. આ પોસ્ટર શૅર કરીને તેમણે કહ્યું હતું કે ફિલ્મનું મુખ્ય પોસ્ટર ૧૨ ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના મોશન પોસ્ટરમાં સૌ પહેલાં એક સવાલ લખીને આવે છે, કોણ છે આ? ત્યારબાદ કુલીના આઉટફિટમાં એક છોકરો જોવા મળે છે. જેના હાથમાં તથા માથા પર ઘણી બધી બેગ્સ છે અને તે બેલેન્સ રાખવાનો પ્રયાસ કરે છે. પોસ્ટરમાં દેખાતો આ છોકરો લીડ હિરો વરુણ ધવન છે. જોકે, તેનો ચહેરો બેગની પાછળ છુપાયેલો છે. આ ફિલ્મનું શૂટિંગ બેંગકોકમાં શરૂ થઈ ગયું છે. સારા તથા વરુણની સેટ પરની તસવીર પણ વાયરલ થઈ હતી.

 

Previous articleઅભિનેત્રી કિયારા અડવાણી સાડા ત્રણ લાખ રૂપિયાની બેગ વાપરે છે..!!
Next articleરેસલર ડ્‌વેન જોનસનની પુત્રી સિમોન જોનસન રિંગમાં ઉતરશે