FDI દ્વારા ઓગસ્ટમાં કુલ ૯૧૯૭ કરોડ ખેંચી લેવાયા

355

વેચવાલીના માહોલ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ ઓગસ્ટ મહિનામાં માત્ર સાત કારોબારી સેશનમાં જંગી નાણાં પાછા ખેંચી લીધા છે. સાનુકુળ સ્થાનિક અને વૈશ્વિક પરિબળો નહીં હોવાના કારણે ઓગસ્ટ મહિનામાં માત્ર સાત કારોબારી સેશનમાં વિદેશી મૂડીરોકાણકારોએ ૯૧૯૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જો કે, કારોબારીઓનું કહેવું છે કે, સરકાર વિદેશી મૂડીરોકાણકારોની ચિંતાને ધ્યાનમાં લેવા માટે તૈયાર દેખાઈ રહી છે. વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૧૧૧૩૪.૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં પહેલીથી નવમી ઓગસ્ટના ગાળા દરમિયાન ૧૯૩૭.૫૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. આની સાથે જનાણાં પરત ખેંચવાનો આંકડો ૯૧૯૭.૦૬ કરોડ રહ્યો છે. અગાઉના મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં એફપીઆઈ દ્વારા વેચવાલી જારી રાખવામાં આવી હતી.  વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. એફપીઆઈ દ્વારા ફેબ્રુઆરી બાદથી ખરીદી કરવામાં આવી છે. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા.  અમેરિકી અને ચીનના ટ્રેડવોરની સ્થિતિ વચ્ચે એફપીઆઈ દ્વારા જે નાણાં રોક્યા તેના કરતા વધુ નાણાં પાછા ખેંચ્યા છે. કેન્દ્રીય બજેટમાં કેટલીક દરખાસ્તો હતી જેમાં ઇન્કમટેક્સમાં સરચાર્જમાં અમીર લોકો ઉપર વધારો કરવામાં આવ્યો હતો. આંકડા ઉપર નજર કરવામાં આવે તો એમ પણ જાણી શકાય છે કે, આર્થિક સુધારાની ગતિ વધુ તીવ્ર બનવાની અપેક્ષા તેઓ માની રહ્યા છે. હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી. ઇક્વિટી સેગ્મેન્ટમાં એફપીઆઈ દ્વારા સુપરરિચ ટેક્સની જાહેરાત કરાયા બાદથી વેચવાલી જારી રહી છે. જુદા જુદા અભિપ્રાય બજેટને લઇને આપવામાં આવી રહ્યા છે. ડેબ્ટ માર્કેટમાં રોકાણ જારી રહ્યું છે.

Previous articleબજારલક્ષી જાહેરાતોની અપેક્ષા વચ્ચે તેજી રહેવાના સ્પષ્ટ સંકેતો
Next articleઅર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા ટૂંકમાં વિવિધ પગલા જાહેર