કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં ૧૦૦ ટકા FDIને મંજુરી

433

વિદેશી મૂડીરોકાણને આકર્ષિત કરવાના ઇરાદા સાથે સરકાર કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજુરી આપવા પર કામ કરી રહી છે. સુત્રોના કહેવા મુજબ પ્રવર્તમાન વિદેશી મૂડીરોકાણની નીતિમાં ૧૦૦ એફડીઆઈને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઓટોમેટિક રુટ મારફતે મંજુરી આપવામાં આવી છે. એક મેન્યુફેક્ચરરને હોલસેલ અને રિટેલ ચેનલ મારફતે ભારતમાં પ્રોડક્ટ વેચવા માટેની મંજુરી આપવામાં આવી છે જેમાં ઇ-કોમર્સ મારફતે ભારતમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ વેચવાની મંજુરી આપવામાં આવેલી છે. સરકારની પરવાનગી વગર ઇ-કોમર્સ મારફતે હોલસેલ અને રિટેલ ચેનલ મારફતે ભારતમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ વેચવાની મંજુરી આપવામાં આવેલી છે. વર્તમાન પોલિસીમાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પોલિસીમાં આને લઇને કોઇ નક્કી પરિભાષા દર્શાવવામાં આવી નથી. વિશ્વભરની મોટી ટેકનોલોજી કંપનીઓ આ દિશામાં આગળ વધી રહી છે જેથી આ મામલે સ્પષ્ટીકરણ માટેની જરૂર દેખાઈ રહી છે. સરકાર પણ રચનાત્મકરીતે વિચારી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા એવી દરખાસ્ત ઉપર કામ કરવામાં આવી રહ્યું છે જેને ટૂંકમાં જ આખરી ઓપ આપીને કેન્દ્રીય કેબિનેટની મંજુરી માટે મોકલવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારામને જુલાઈ મહિનામાં તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, ઉડ્ડયન, ઇન્સ્યોરન્સ, સિંગલ રિટેલ જેવા સેક્ટરો માટે એફડીઆઈના ધારાધોરણને હળવા કરવામાં આવશે. ૨૦૧૮-૧૯ના ગાળામાં ભારતમાં એફડીઆઈમાં એક ટકાનો ઘટાડો થતાં આ આંકડો ૪૪.૩૬ અબજ ડોલર સુધી રહ્યો છે. ગયા વર્ષે સરકારે સિંગલ બ્રાન્ડ રિટેલ, નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ અને કન્સ્ટ્રક્શન જેવા સેક્ટરો માટે એફડીઆઈના નિયમોને હળવા કર્યા હતા.

Previous articleઅર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા ટૂંકમાં વિવિધ પગલા જાહેર
Next articleટોચની ૧૦ કંપની પૈકીની ૭ કંપનીની મૂડીમાં વધારો થયો